For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ કેસ: સીબીઆઈ જાંચ પછી પહેલીવાર સામે આવી પીડિતા

ઉન્નાવ રેપ કેસ મામલે સીબીઆઈ ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ જાંચ કરી રહી છે. આ બાબતે ગેંગરેપ પીડિતા ઘ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ કેસ મામલે સીબીઆઈ ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ જાંચ કરી રહી છે. આ બાબતે ગેંગરેપ પીડિતા ઘ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. પીડિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીને રેપ કરવા અને તેના પિતાની હત્યા કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવે.

ઉન્નાવ ગેંગરેપ પીડિતાના કાકા ઘ્વારા સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે. પીડિતાના કાકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ સરકાર પાસે સુરક્ષાની માંગણી કરી રહ્યા છે, જેના કારણે તેઓ કોર્ટમાં ડર્યા વિના નિવેદન આપી શકે. આપણે જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ સિંગર ને હાઇકોર્ટ નિર્દેશ પર સીતાપુર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન પીડિતા ઘ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે તેને અને તેના પરિવારે ને વિધાયક થી ખતરો છે. એટલું જ નહીં પરંતુ તે ઉન્નાવમાં રહીને કેસને પ્રભાવિત પણ કરી શકે છે. સીબીઆઈ ઘ્વારા પીડિતા અને કુલદીલ સિંહ સેંગર ને સામસામે બેસાડીને સવાબ જવાબ પણ કરવામાં આવ્યા હતા.

પોલીસ કસ્ટડીમાં થયી પીડિતાના પિતાની મૌત

પોલીસ કસ્ટડીમાં થયી પીડિતાના પિતાની મૌત

આપને જણાવી દઈએ કે ઉન્નાવમાં યુવતી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા પછી પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થઇ ચુકી છે. ત્યારપછી પીડિતાના પિતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેમને ભાજપા વિધાયક પર તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ વીડિયો સામે આવ્યા પછી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે માંગ થઇ રહી છે.

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા ઘણા મહિનાથી આ મામલો યુપી સરકાર પાસે હતો. પરંતુ આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ તો ખુબ જ દૂરની વાત છે સરકાર તેની પુછપરછ પણ કરતી ના હતી. ત્યારપછી આ મામલો સીબીઆઈ ને સોંપવામાં આવ્યો. સીબીઆઈ ઘ્વારા થોડા જ કલાકોમાં સેંગરની ધરપકડ કરી લેવામાં આવી. જેના કારણે યોગી સરકાર પર સવાલ ઉભા થવા લાગ્યા.

કાનપુર માં હતા

કાનપુર માં હતા

પૂછપરછ દરમિયાન વિધાયકે જણાવ્યું કે બળાત્કાર સમયે 4 જૂન 2017 દરમિયાન તેઓ કાનપુર સમારંભમાં હતા. તેની વીડિયો ફૂટેજ પણ તેઓ જોઈ શકે છે. તેમની સુરક્ષામાં લાગેલા પોલીસ સુરક્ષાકર્મીઓ અને તેમના સેલફોન રેકોર્ડ પણ ચેક કરી શકો છો. તેમને જણાવ્યું કે એક મિત્રના ઘરે જન્મદિવસમાં ભાગ લેવા માટે તેઓ કાનપુર ગયા હતા.

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

વિધાયક પર બળાત્કારનો આરોપ છે. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર એફઆઈઆર નોંધવામાં આવી ના હતી. પરંતુ મીડિયામાં આખો મામલો આવ્યા પછી એસઆઈટી બનાવવામાં આવી. એસઆઈટી રિપોર્ટ પછી વિધાયક પર ધારા 363, 366, 376, 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

English summary
Unnao rape case victim says i demand death penalty for bjp mla kuldeep singh sengar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X