Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉન્નાવ રેપઃ મરતા પહેલા પીડિતાએ પોતાના ભાઈથી લીધુ હતુ આ વચન, મારા ગુનેગારોને છોડતા નહિ

શુક્રવારે ઈલાજ દરમિયાન પીડિતાએ પોતાના ભાઈને કહ્યુ હતુ, ‘હું મરવા નથી ઈચ્છતી... દોષિતોને બિલકુલ છોડતા નહિ.’ તેણે પોતાના ભાઈ પાસેથી વચન પણ લીધુ કે તેના ગુનેગારોને છોડતા નહિ.

ઉન્નાવ રેપ પીડિતાનુ દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર રેપ પીડિતાએ મોડી રાતે 11.40 વાગે કાર્ડિયાક અરેસ્ટ બાદ અંતિમ શ્વાસ લીધો. તમને જણાવી દઈએ કે રેપના આરોપીઓ દ્વારા જીવતી સળગાવવાના પ્રયત્નો બાદ પીડિતાને ગુરુવારે સાંજે લખનઉથી એર લિફ્ટ કરીને દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ કે પીડિતા 90 ટકા સુધી ગંભીર રીતે બળી ગઈ હતી. સફદરગંજ હોસ્પિટલમાં પીડિતા માટે અલગ આઈસીયુ વૉર્ડ બનાવવામાં આવ્યો હતો અને ડૉક્ટરોની એક ટીમ સતત મોનિટરિંગ પણ કરી રહી હતી.

પીડિતાએ પોતાના ભાઈને કહ્યુ હતુ, ‘હું મરવા નથી ઈચ્છતી'

પીડિતાએ પોતાના ભાઈને કહ્યુ હતુ, ‘હું મરવા નથી ઈચ્છતી'

શુક્રવારે ઈલાજ દરમિયાન પીડિતાએ પોતાના ભાઈને કહ્યુ હતુ, ‘હું મરવા નથી ઈચ્છતી... દોષિતોને બિલકુલ છોડતા નહિ.' તેણે પોતાના ભાઈ પાસેથી વચન પણ લીધુ કે તેના ગુનેગારોને છોડતા નહિ. સફદરગંજ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. સુનીલ ગુપ્તાએ જણાવ્યુ કે શુક્રવારે સવારે પીડિતા થોડી વાર માટે ભાનમાં આવી હતી. ભાનમાં આવતા પીડિતા વારંવાર બસ એક જ વાત કહી રહી હતી, ‘હું બચી તો જઈશને, હું મરવા નથી ઈચ્છતી. દોષિતોને છોડતા નહિ.'

90% બળી હોવા છતા મદદ માટે એક કિલોમીટર ચાલી હતી પીડિતા

90% બળી હોવા છતા મદદ માટે એક કિલોમીટર ચાલી હતી પીડિતા

ગ્રામીણોના જણાવ્યા અનુસાર 90% બળી જવા છતાં પણ પીડિતા ઘટના સ્થળેથી એક કિલોમીટર સુધી ચાલી હતી અને મદદ માટે બૂમો પાડતી હતી. પીડિતાએ પોતે જ 112 નંબર પર ફોન કર્યો હતો અને પોલિસને આપવીતી કહી હતી.

એ ભાગી રહી હતી અને બૂમો પાડી રહી હતી બચાવો બચાવો

એ ભાગી રહી હતી અને બૂમો પાડી રહી હતી બચાવો બચાવો

પીડિતાને જીવતી સળગાવ્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી ગયા. આ ઘટના નજરે જોનાર સાક્ષીએ જણાવ્યુ હતુ કે પીડિતા ભાગતા ભાગતા બૂમો પાડી રહી હતી બચાવો બચાવો. મે એનો અવાજ સાંભળીને પૂછ્યુ કે તુ કોણ છે? તેના આખા શરીરમાં આગ લાગી ગઈ હતી. એને જોઈને હું ડરી ગયો. મને લાગ્યુ કે કોઈ ભૂત છે. હું ઘરમાંથી દંડો અને કુહાડી લઈને તેની સામે ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X