For Quick Alerts
For Daily Alerts
UP Election 2022: યુપીમાં ચોથા તબક્કાનું મતદાન, ખેડૂતોના મોતને લઈ ચર્ચામાં આવેલ લખીમપુર ખીરી પર ફોકસ
ઉત્તર પ્રદેશમાં આજે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ મતદાન આજે નવ જિલ્લાની 59 વિધાનસભા સીટ પર થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના કાનૂન મંત્રી બ્રિજેશ પાઠક, રાયબરેલીથી તાત્કાલિન ધારાસભ્ય અદિતિ સિંહ, ઈડીના પૂર્વ સંયુક્ત ડાયરેક્ટર રાજેશ્વર સિંહ અને ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના મમ્મી આશા સિંહ સહિત 624 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો આજે ઉત્તર પ્રદેશની જનતા કરશે. ત્યારે આવો જાણીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના ચોથા તબક્કા સાથે જોડાયેલ મુખ્ય વાતો...
- પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનઉ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લાની 59 વિધાનસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે.
- કાનૂન મંત્રી અને ભાજપના નેતા બ્રિજેશ પાઠક લખનઉ છાવણી સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટથી તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુરેન્દ્ર સિંહ ગાંધી સાથે છે. જણાવી દઈએ કે પાઠકે વર્ષ 2017ની ચૂંટણીમાં લખનઉ સેન્ટ્રલ સીટથી જીત હાંસલ કરી વિધાનસભા માટે ચૂંટાયા હતા.
- ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કેબિનેટના વધુ એક મંત્રીની કિસ્મતનો આજે ફેસલો થશે. શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડન લખનઉ પૂર્વ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટથી તેમને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અનુરાગ ભદૌરિયા ટક્કર આપી રહ્યા છે.
- લખનઉની સરોજિની નગર સીટ પર પણ મતદાન થઈ રહ્યું છે. અહીંથી ભાજપ તરફથી ઈડીના પૂર્વ સંયુક્ત ડાયરેક્ટર રાજેશ્વર સિંહને ટિકિટ આપવામાં વી છે. જેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અભિષેક મિશ્રા સામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે 2017માં લખનઉની 9માંથી 8 સીટ જીતી હતી.
- રાયબરેલી સદર સીટથી અદિતિ સિંહ ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યાં છે. અદિતિ સિંહનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર મનીષ ચૌહાણ અને સમાજવાદી પાર્ટીના આરપી યાદવ સાથે છે. જણાવી દઈએ કે ભાજપમાં સામેલ થતા પહેલાં અદિતિ કોંગ્રેસમાં હતાં.
- લખીમપુર સીટથી ભાજપના યોગેશ વર્મા બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો સપાના ઉત્કર્ષ વર્મા મધુર, બસપાના મોહન વાજપેયી, કોંગ્રેસના ડૉ રવિશંકર ત્રિવેદી, એઆઈએમઆઈએમના ઉસ્માન સિદ્દીકી અને આમ આદમી પાર્ટીના ખુશી કિન્નર સાથે છે. જણાવી દઈએ કે વર્ષ 2017માં લખીમપુરની તમામ 8 સીટ પર ભાજપે કબ્જો જમાવ્યો હતો.
- કોંગ્રેસે વર્ષ 2017ની રેપ પીડિતાની માતા આશા સિંહને અહીંથી ટિકિટ આપી છે અને આ સીટ પર તેનો મુકાબલો ભાજપના ધારાસભ્ય પંકજ ગુપ્તા સાથે છે.
- જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 કુલ સાત તબક્કામાં થનાર છે. બાકી બચેલા ત્રણ તબક્કા માટે 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે ચૂંટણી છે.
Comments
English summary
UP 4th phase Election: focus on Lakhimpur khiri
Story first published: Wednesday, February 23, 2022, 7:57 [IST]