For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપાની કારમી હાર જોઇ રડી પડ્યાં આઝમ ખાન

આઝમ ખાને યુવકોને કહ્યું કે, તેમણે જે વાયદાઓ કર્યા હતા, તે તેઓ પૂરા નહીં કરી શકે. આઝમ ખાને રામપુરમાં પાર્ટીના કાર્યાલયમાં જનસભા સંબોધિત કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

યુપીમાં વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપ અને મોદીની લહેરમાં સૌથી મોટો ઝાટકો સમાજવાદી પાર્ટી અને તેના સમર્થકોને મળ્યો છે. યુપીની 403 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 325 બેઠકો પર કબજો કર્યો, તેની સામે સમાજવાદી પાર્ટીને માત્ર 47 બેઠકો મળી. આ કારમી હારથી સમાજવાદી પાર્ટીમાં વાતાવરણ ગમગીન બન્યું હતું, આ દરમિયાન રામપુરથી સપાના ધારાસભ્ય આઝમ ખાન તો એક મંચ પર રડી પડ્યાં હતા.

azam khan

આઝમ ખાને યુવકોને કહ્યું કે, તેમણે જે વાયદાઓ કર્યા હતા, તે તેઓ પૂરા નહીં કરી શકે. આઝમ ખાને રામપુરમાં પાર્ટીના કાર્યાલયમાં જનસભા સંબોધિત કરી હતી, જ્યાં તેઓ બસપા સુપ્રીમો માયાવતી ના સૂરમાં સૂર પુરાવતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, દુનિયાના ઘણા પ્રદેશોમાં ઇવીએમ મશીનની પ્રથા બંધ કરી, જૂની બેલેટ પેપરની પ્રથા શરૂ કરવામાં આવી છે. માયાવતીએ ઇવીએમ મશીનો અંગે સવાલ કર્યો છે, જે સાચો હોઇ શકે છે! આઝમ ખાને આરોપ લગાવ્યો કે, મશીનમાં 20,000 મત પહેલેતી જ નાંખી દેવામાં આવ્યા હતા. જો આવું જ કરવું હોય તો વોટિંગની પ્રથા જ નાબુદ કરવી જોઇએ.

અહીં વાંચો - અખિલેશે સ્વીકારી હાર, ભાજપને આપી જીતની શુભકાનાઓઅહીં વાંચો - અખિલેશે સ્વીકારી હાર, ભાજપને આપી જીતની શુભકાનાઓ

ઉલ્લેખનીય છે કે, શનિવારે બપોરે મત ગણતરીમાં પરિણામોના પ્રવાહમાં મોદી લહેરની ઝાંખી મળ્યા બાદ બસપા સુપ્રીમો માયાવતીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં આવી જ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, 'વોટિંગ મશીન સાતે છેડછાડ કરવામાં આવી છે. વોટિંગ મશીન રદ્દ કરી જૂની બેલેટ પેપરની પ્રથા અનુસાર ચૂંટણી કરાવવી જોઇએ. હું પીએમ મોદી તથા અમિત શાહને પડકાર આપું છું, જો તેઓ પ્રમાણિક હોય તો ચૂંટણી પંચને પત્ર લખે તથા જૂની વ્યવસ્થા અનુસાર ફરી ચૂંટણી કરાવવાની માંગણી કરે. ભાજપ તરફથી કોઇ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાંમ નહોતી આવી, આમ છતાં મુસ્લિમ વિસ્તારના તમામ મત ભાજપને મળ્યાં. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વોટિંગ મશીનોને મનેજ કરવામાં આવ્યા છે.'

English summary
Uttar Pradesh Assembly Election Results 2017: Azam Khan was crying in front of people after huge defeat of Samajwadi Party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X