સ્વાગત સમારોહમાં અફરા-તફરી, યુપી ભાજપ અધ્યક્ષની આંગળી કપાઈ
ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ અને પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહે વિચાર્યું પણ નહિ હોય કે લોકોને જાહેરમાં મળવું તેમના માટે સૌથી મોટી ભૂલ બની જશે. મુઝફ્ફરનગરના સર્ક્યુલર રોડ પર સ્વાગત સમારોહ દરમિયાન અફરા-તફરી મચી હતી. આ દરમિયાન સ્વતંત્ર દેવ સિંહના ડાબા હાથની ટચલી આંગળી કપાઈને હાથથી અલગ થઈ ગઈ. ઘટના બાદ સ્વતંત્ર દેવને વર્ધમાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ડીએમ, એસપી સહિત કેટલાય પ્રસાસનિક અધિકારી તેમને મળવા પહોંચી ગયા છે.
જણાવી દઈએ કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ સોમવારે મુઝફ્ફરનગરના સર્ક્યુલર રોડ પહોંચ્યા હતા. ત્યારે જ કેટલીક મહિલા કાર્યકર્તાઓએ તેમનું સન્માન કરવાની કોશિશ કરી. કાર્યકર્તાઓને જોઈ સ્વતંત્રતા દેવ સિંહ ગાડી પરથી ઉતરી રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમના ડાબા હાથની આંગળી કપાઈને હાથથી અલગ થઈ ગઈ. પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહની આંગળી કપાયા બાદ કાર્યકર્તાઓ ટેન્શનમાં આવી ગયા હતા. તેમને તુરંત સ્થાનિક હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા. જ્યાં તેમના હાથની સર્જરી કરવામાં આવી રહી છે.
સ્વતંત્ર દેવની આંગલી કપાવવા મામલે મુખ્ય સચિવ અવનીશ અવસ્થએ કહ્યું કે ડાબા હાથની ટચલી આંગળીમાં વાગ્યું હતું. ડૉક્ટર્સ તેમનો ઈલાજ કરી રહ્યા છે. ડીએમસ, એસએસપી અને વરિષ્ઠ તેના તેમની સાથે છે. તેમની દેખભાળ સારી રીતે કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હાલમાં જ ભાજપે સ્વતંત્ર દેવ સિંહને ઉત્તર પ્રદેશના નવા અધ્યક્ષ ચૂંટ્યા હતા. સ્વતંત્ર દેવ સિંહ ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમણે કાર્યકર્તાઓથી લઈ સંગઠનકર્તા સુધીની સફર ખેડી. ભાજપ પ્રદેશ અધ્યક્ષની સાથે જ સ્વતંત્ર દેવ સિંહ હાલના સમયમાં યોગી સરકારમાં પરિવહન મંત્રી છે.
આર્ટિકલ 370 ખતમ કરવા બદલ હું મોદી અને અમિત શાહની પૂજા કરું છું