ઉત્તર પ્રદેશઃ યોગી આદિત્યનાથના મંત્રીની આખી યાદી, બે ડેપ્યુટી સીએમ સહિત 52 મિનિસ્ટર
લખનઉઃ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. યોગી આદિત્યનાથ સાથે બે ડેપ્યુટી સીએમ સહિત 52 મંત્રીઓએ પણ શપથ લીધા છે. લખનઉમાં મોટા સમારંભમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે આદિત્યનાથ અને તેમના મંત્રીઓને ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓ શામેલ થયા.
યોગી આદિત્યનાથ સાથે આજે 52 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે જેમાં કુલ 18 કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. 14 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) બન્યા છે અને ત્યારબાદ 20 ધારાસભ્યોને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ મહામંત્રી દાનિશ આઝાદને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, તે યોગી આદિત્યનાથના મંત્રીમંડળનો એકલો મુસ્લિમ ચહેરો છે.
કેબિનેટ મંત્રી(18)
જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક ઉપરાંત સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ અને સંજય નિષાદનુ નામ છે.
રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો(14)
નિતિન અગ્રવાલ, કપિલદેવ અગ્રવાલ, રવીન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધર્મવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠૌર, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના અને દયાશંકર મિશ્ર દયાળુ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો બન્યા છે.
રાજ્યમંત્રી(20)
મયંકેશ્વર સિંહ, દિનેશ ખટિક, સંજીવ ગૌડ, બલદેવ સિંહ ઓલખ, અજીત પાલ, જસવંત સૌની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ કોરી, સંજય ગંગવાર, બૃજેશ સિંહ, કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠૌર, રજની તિવારી, સતીષ શર્મા, દાનિશ આઝાદ અંસારી અને વિજય લક્ષ્મી ગૌતમએ રાજ્યમંત્રીના શપથ લીધા છે.
ભાજપને મળી છે મોટી જીત
11 માર્ચે આવેલા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને સહયોગીઓએ રાજ્યની 403માંથી 274 સીટો જીતીને ભારે બહુમત મેળવ્યો છે. ત્યારબાદ સતત બીજી વાર ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર બની છે. 2017માં પણ ભાજપને જીત મળી હતી.