For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંતો ધીરજ રાખે, અયોધ્યામાં રામ મંદિર ચોક્કસ બનશે: યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બનવામાં કોઈ પણ શંકા નથી, ત્યાં મંદિર ચોક્કસ બનશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બનવામાં કોઈ પણ શંકા નથી, ત્યાં મંદિર ચોક્કસ બનશે. અયોધ્યામાં મહંત નૃત્યગોપાલ દાસના જન્મોત્સવના શુભારંભ કાર્યક્રમમાં બોલતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે સંતો ધીરજ રાખે, અયોધ્યામાં રામ મંદિર ચોક્કસ બનશે. યોગીએ મંચ પરથી મંદિર બનાવવા માટે વચન આપ્યું. આપણે જણાવી દઈએ કે મંદિર મસ્જિદ જમીન વિવાદ સુપ્રીમકોર્ટમાં ચાલી રહ્યો છે.

રામ મંદિર વિશે વાત કરે છે

રામ મંદિર વિશે વાત કરે છે

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે આજે તેઓ પણ રામ મંદિર વિશે વાત કરે છે જેમને રામ ભક્તો પર ગોળીઓ ચલાવી હતી. ખુશીની વાત છે કે કોઈ પણ બહાને આ લોકો આખરે રામ ભક્તિની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ એક બાજુ રામ મંદિર વિશે વાત કરે છે જયારે બીજી બાજુ 2019 પછી નિર્ણય આપવા માટે કોર્ટમાં અપીલ કરી રહ્યા છે. જેથી સાફ દેખાઈ આવે છે કે આ લોકો આખરે શુ ઈચ્છે છે.

અયોધ્યાની પરંપરા

અયોધ્યાની પરંપરા

યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યાની જૂની માન્યતા અનુસાર જ અમે ત્યાં આયોજન કર્યું. અયોધ્યાની પરંપરા ભુલાવી દેવામાં આવી હતી પરંતુ અમે તેને ફરી જીવિત કરી. હજારો વર્ષોની પરંપરા અમારી સરકાર જીવિત કરી રહી છે. જેના કારણે કેટલાક લોકોને ખોટું પણ લાગ્યું પરંતુ અમે અયોધ્યાને વૈશ્વિક ઓળખ અપાવીને જ રહીશુ. અયોધ્યામાં જે કાર્યક્રમ થશે તેમાં બીજા દેશોને પણ જોડવામાં આવશે. કુંભ હજારો વર્ષોથી આયોજિત થતો હતો પરંતુ આજે પીએમ મોદીને કારણે કુંભને વૈશ્વિક ઓળખ મળી છે.

નદીઓની સફાઈ

નદીઓની સફાઈ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ભગવાન રામે આપણે મર્યાદામાં રહેવાનું શીખવ્યું. આપણે મર્યાદામાં રહીને કોઈ પણ કામ કરીયે તો તેમાં સફળતા ચોક્કસ મળશે. નદીઓની સફાઈ પર તેમને જોર આપતા કહ્યું કે સૃષ્ટિના નિર્માણનો આધાર નદી સંસ્કૃતિ રહી છે. પરંતુ આજે આ સંસ્કૃતિ ખતમ થઇ રહી છે. નદીની અવિરલતા બનાવી રાખવી આપણી જવાબદારી છે.

English summary
UP CM Yogi Adityanath in Ayodhya says Ram Mandir will definitely built
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X