UP ELECTON 2022 : સપ્ટેમ્બરમાં 2 વખત યુપી જશે વડાપ્રધાન મોદી!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરના રોજ અલીગઢથી ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. આ દરમિયાન એક જાહેર સભાને પણ સંબોધિત કરી શકે છો. પીએમ અલીગઢ પ્રવાસમાં રાજા મહેન્દ્ર પ્રતાપ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. પીએમ 26 સપ્ટેમ્બરે લખનૌની મુલાકાત પણ લેશે. આ સાથે જ પીએમ મોદી અયોધ્યામાં દિવાળી મનાવી શકે છે.
પીએમ નરેન્દ્ર મોદી લખનૌમાં અર્બન કોન્ક્લેવ કાર્યક્રમમાં હાજરી આપશે. દિવાળી પર વડાપ્રધાન અયોધ્યામાં આયોજિત વિશેષ રામલીલા જોઈ શકે છે. આ સાથે દીપોત્સવમાં પણ ભાગ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ છે. સરયુ નદીના ઘાટને દર વર્ષે હજારો દીવાઓથી શણગારવામાં આવે છે. દર વર્ષે આ દીવાઓની સંખ્યા પણ વધી રહી છે.
બીજી બાજુ, ભાજપે વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓના નામ જાહેર કર્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને યુપીના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુર, સરોજ પાંડે અને અર્જુન રામ મેઘવાલ યુપીમાં ભાજપના સહ-ચૂંટણી પ્રભારી રહેશે. ઉત્તરાખંડમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. લોકસભા સાંસદ લોકેટ ચેટરજી અને રાષ્ટ્રીય પ્રવક્તા સરદાર આરપી સિંહ સહ-પ્રભારી તરીકે રહેશે.
આ સિવાય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ મણિપુરમાં ભાજપના ચૂંટણી પ્રભારી રહેશે. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત પંજાબના પ્રભારી રહેશે, જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવામાં ભાજપના પ્રભારી બનાવવામાં આવ્યા છે.