• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UP Election: લખીમપુર ખેરીમાં અજાણ્યા શખ્સે EVM પર નાખ્યુ ફેવીક્વિક, દોઢ કલાક મતદાન અટક્યું

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 9 જિલ્લાની 59 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. તેમાં લખનૌ, પીલીભીત, લખીમપુર ખેરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, ફતેહપુર અને બાંદા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ચોથા તબક્કામાં લખીમપુર ખેરીમાં પણ મતદાન ચાલી રહ્યું છે, જ્યાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. લખીમપુર સદર વિધાનસભા ક્ષેત્રમાં કાદિપુર સાની મતદાન મથક પર લગાવવામાં આવેલા EVM મશીનમાં અવ્યવસ્થિત તત્વોએ ફેવીક્વિક નાખ્યું, જેના કારણે લગભગ દોઢ કલાક સુધી મતદાન ખોરવાઈ ગયું હતુ. હવે ઈવીએમ બદલવામાં આવ્યા છે અને મતદાન ફરી શરૂ થઈ ગયું છે.

લખીમપુર ખેરીના SP ઉમેદવાર ઉત્કર્ષ વર્માએ આરોપ લગાવ્યો કે કાદીપુર સાની વિસ્તારમાં એક મતદાન કેન્દ્ર પર અજાણ્યા બદમાશોએ EVM પર હુમલો કર્યો. વર્માએ દાવો કર્યો હતો કે, "એસપીના નિશાન પર ફેવિકિક નાખી દીધુ હતુ."

તમને જણાવી દઈએ કે લખીમપુર ખેરીની 8 સીટો પર પાલિયા, નિગાસન, ગોલા ગોરખનાથ, શ્રીનગર, ધૌરહરા, લખીમપુર, કાસ્તા અને મોહમ્મદીમાં મતદાન થઈ રહ્યું છે. સમાજવાદી પાર્ટીએ ઘણા બૂથમાં ઈવીએમમાં ​​ખરાબીનો આરોપ લગાવ્યો છે. SPએ ટ્વીટ કર્યું, "બાંદા જિલ્લા વિધાનસભાના બૂથ નંબર 60 નરૈની-234 પર EVM મશીનમાં ખામી છે. લખીમપુર જિલ્લાના 137 પાલિયા વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 38 પર EVMમાં ખામી છે. ફતેહપુર જિલ્લા વિધાનસભાના બિંદકી-239ના બૂથ નંબર 193, 194 પર બીએલઓની બેદરકારીને કારણે અગાઉ સ્લીપ આપવામાં આવતી ન હતી અને હવે મતદારોને સ્લીપ આપ્યા બાદ મતદાન કરવા દેવામાં આવી રહ્યું નથી.

English summary
UP Election: Faviquic posted on EVM by unknown person in Lakhimpur Kheri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X