
UP Election Results: યુપીની એ સીટો જ્યાં ભાજપ હારતા-હારતા બચ્યુ, જીતનુ માર્જિન રહ્યુ ખૂબ જ ઓછુ
લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો હવે સહુની સામે છે. ભાજપે એક વાર ફરીથી પ્રચંડ બહુમતથી જીત નોંધાવીને સરકાર બનાવવામાં મોટી સફળતા મેળવી છે ત્યારબાદ એક વાર ફરીથી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જો કે, રાજ્યમાં ઘણી એવી સીટો પણ છે જ્યાં ભાજપ ખૂબ જ ઓછા વોટના અંતરથી જીતવામાં સફળ થઈ છે. આવો જાણીએ એ 7 સીટો જ્યાં 2000થી પણ ઓછા મતોના અંતરથી ભાજપે બાજી મારી છે.

ભાજપના ઘણા દિગ્ગજોને ઝેલવી પડી હાર
ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તસવીર સ્પષ્ટ થયા બાદ હવે ઉમેદવારોની હાર-જીતનો નિર્ણય થઈ ચૂક્યો છે. એવામાં જ્યાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને સપા ઉમેદવાર પલ્લવી પટેલે કારમી હાર આપી છે તેમજ બીજા ઘણા ભાજપ નેતાઓને હાર જોવી પડી છે. જેમાં મેરઠની સરધના સીટથી સંગીત સમો, શામલીના થાના ભવનસીટથી ગન્ના સુરેશ રાણા, કૈરાનાથી મૃગાંકા સિંહ સહિત પૂર્વ મંત્રી રામવીર ઉપાધ્યાયને પણ હાથરસની સાદાબાદ સીટથી હાર મળી છે.

આ સીટો પર ઓછા અંતરથી જીત્યુ ભાજપ
બિજનૌરની નહટૌર સીટ પર ભાજપ ઉમેદવારે 257 વોટના સામાન્ય અંતરથી જીત મેળવી. ભાજપ ઉમેદવાર ઓમ કુમારે રાલોદના મુંશીરામને હરાવ્યા છે.
સહારનપુરની નકુડ વિધાનસભા સીટ પર ભાજપ ઉમેદવાર મુકેશ ચૌધરીએ 315 મતોથી જીત મેળવી છે. તેમણે સપાના ધર્મ સિંહ સૈનીને અહીં હરાવ્યા છે.
કન્નૌજની છિબરામઉ વિધાનસભા સીટથી કાંટાની ટક્કર બાદ ભાજપ ધારાસભ્ય અર્ચના પાંડેએ જીત મેળવી છે. તેમણે સપાના અરવિંદ સિંહ યાદવને 1111 મતોથી હરાવ્યા છે.

2000થી ઓછા મતોનુ અંતર
સીતાપુર વિધાનસભાથી ભાજપ ઉમેદવાર રાકેશ રાઠોડે સપાના રાધે શ્યામ જયસ્વાલને 1253 મતોથી હરાવ્યા છે.
બિજનૌર વિધાનસભા સીટથી ભાજપ ઉમેદવાર સુચિએ રાલોદના નીરજ ચૌધરીને 1445 મતોથી હરાવ્યા છે.
શ્રાવસ્તી વિધાનસભા સીટથી ભાજપના રામ ફેરને સપાના મોહમ્મદ અસલમને 1457 મતોથી હરાવ્યા છે.
ઔરાઈ વિધાનસભા સીટથી ભાજપના દીનાનાથ ભાસ્કરે જીત મેળવી છે. તેમણે સપાના અંજનીને 1647 મતોથી હરાવ્યા છે.
પૂર્ણ બહુમત સાથે ફરીથી એક વાર ભાજપની જીત
તમને જણાવી દઈએ કે યુપીમાં ભાજપે 255 સીટો પર જીત મેળવીને એક વાર ફરીથી સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જ્યારે સરકાર ચૂંટણીમાં કાંટાની ટક્કર આપનાર સમાજવાદી પાર્ટીને 111 સીટો મળી છે. વળી, બસપાને 1 સીટ અને કોંગ્રેસને 2 સીટો મળી છે.