Chhath Puja 2020: છઠ પૂજા પર યુપી સરકારે જારી કરી એડવાઈઝરી
Chhath Puja 2020: 'છઠ પૂજા' કારતક મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના દિવસે કરવામાં આવે છે. આ પર્વ ચાર દિવસનો હોય છે કે જે કારતક શુક્લ ચતુર્થીથી પ્રારંભ થઈને સપ્તમીના દિવસે સૂર્યને અર્ધ્ય આપવા સાથે સમાપ્ત થાય છે. સૂર્ય છઠની મુખ્ય પૂજા 20 નવેમ્બરથી પ્રારંભ થઈ રહી છે. આ દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે છઠ પૂજા માટે રાજ્યના બધા જિલ્લાધિકારીઓને નિર્દેશ જારી કર્યા છે.

શક્ય હોય ત્યાં સુધી પૂજા પોતાના ઘરમાં જ કરવી
સીએમના નિર્દેશ બાદ ગૃહ વિભાગે પણ જિલ્લાઓને છઠ પૂજા વિશે એડવાઈઝરી જારી કરી છે. અપર મુખ્ય સચિવ અવનીશ અવસ્થા તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યુ છે કે મોટાભાગની મહિલાઓ કોશિશ કરે કે તે આ વખતે પૂજા પોતાના ઘરમાં જ કરે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના વાયરસ મહામારીનુ સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે. એવામાં છઠ પૂજા પર મોટી સંખ્યામાં લોકોને એક સ્થળે એકઠા થવા અંગે સરકારે દિશા-નિર્દેશ જારી કર્યા છે.

આ છે નિર્દેશ
- છઠ પૂજા સ્થળ પર સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકપણે પાલન કરવામાં આવે.
- દરેકને પૂજા સ્થળ પર માસ્કનો ઉપયોગ અનિવાર્ય રહેશે.
- પૂજા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા માટે મેજિસ્ટ્રેટ સાથે તૈનાત હશે પોલિસ અધિકારી.
- છઠ પૂજા સ્થળ પર મહિલાઓ માટે ચેન્જ રૂમ બનાવવામાં આવશે.
- પૂજા સ્થળ પર ડૉક્ટર સાથે તૈનાત રહેશે એમ્બ્યુલન્સ.
- 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને તાવ તેમજ કોરોના લક્ષણથી ગ્રસિત લોકોને ઘાટ પર નહિ આવવા માટે કહેવામાં આવ્યુ છે.
- તળાવોના કિનારે સાફ-સફાઈ સુનિશ્ચિત કરવામાં આવે.
- નદી-તળાવના કિનારે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવે.
- ઘાટોમાં પાણીના વહેણની સમુચિત વ્યવસ્થા કરવામાં આવે.
- નદી-તળાવોના કિનારે શૌચાલય વગેરેની વ્યવસ્થા કરવામાં આવે.
- પૂજા સ્થળ પર જાણીજોઈને ભીડ ન કરવી જોઈએ.

સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ
છઠ પૂજા કરવાનો ઉદ્દેશ્ય જીવનમાં સૂર્યદેવની કૃપા મેળવવાનો છે. સૂર્યની કૃપાથી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ધન, માન-સમ્માન, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે છઠની પૂજા કરવામાં આવે છે. આ વ્રતને અત્યંત કઠોર નિયમ અને નિષ્ઠાથી કરવામાં આવે છે. આમાં ઘર અને પોતાની આસપાસના પરિવેશની સ્વચ્છતાનુ પણ વિશેષ મહત્વ હોય છે. આમાં ચતુર્થી અને પંચમીના દિવસે એક સમય ભોજન કરવામાં આવે છે. ભોજનમાં પણ અમુક વિશેષ વસ્તુઓ જ બનાવવામાં આવે છે. છઠના દિવસે આખો દિવસ નિર્જળ રહીને સાંજે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને પર્વનુ સમાપન કરવામાં આવે છે.
તાપસી પન્નુએ શેર કરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શોષણની કહાની