અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન વિશે સરકારે મીડિયા માટે જારી કરી એડવાઈઝરી
અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનાર રામ જન્મભૂમિ પૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અયોધ્યા જિલ્લા પ્રશાસને ટીવી ન્યૂઝ ચેનલોને ભૂમિ પૂજન દરમિયાન પ્રસારણ વિશે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે આવતા સપ્તાહે રામ મંદિરના ભૂમિ પૂજનને કવર કરનારા ન્યૂઝ ચેનલોને લેખિતમાં એ આશ્વાસન આપવુ પડશે કે એ દિવસે કોઈ પણ વિવાદિત પક્ષકારને પેનલમાં શામેલ નહિ કરે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવાનુ રહેશે કે પ્રસારણ દરમિયાન કોઈ પણ ધર્મ, સમાજ, સંપ્રદાય કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં ન આવે.
જિલ્લા પ્રશાસન તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, 'જો કોઈ ન્યૂઝ ચેનલના કારણે કાયદો વ્યવસ્થા બગડવાની કોઈ સ્થિતિ પેદા થઈ તો તેના માટે એ ઈલેક્ટ્રોનિક મીડિયા હાઉસના હેડને જવાબદાર ગણવામાં આવશે. મીડિયા હાઉસના હેડે લેખિતમાં આપવાનુ રહેશે કે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવે અને જો કોઈ પ્રકારે કોઈ ગરબડ થશે તો તેની જવાબદારી મારી વ્યક્તિગત રીતે હશે.'
ડિબેટ માટે આપવાનુ રહેશે આ આશ્વાસન
ન્યૂઝ ચેનલોને મોકલવામાં આવેલ ફૉર્મટમાં જણાવવામાં આવ્યુ છે કે કવરેજ માટે 9 પ્રમુખોની મંજૂરી લેવાની રહેશે અને સાથે જ કાર્યક્રમ માટે કોઈ સાર્વજનિક સ્થળના બદલે એક ખાનગી ઈનડોર જગ્યા પસંદ કરવાની રહેશે. આ દરમિયાન ચેનલની ડિબેટમાં જે પક્ષકારોને શામેલ કરવામાં આવશે, તેના વિશે લેખિતમાં આશ્વાસન આપવાનુ રહેશે કે, 'આ કાર્યક્રમમાં કોઈ વિવાદિત પક્ષકારને નહિ બોલાવવામાં આવે. કોઈ ધર્મ, સંપ્રદાય, પંથ કે કોઈ વ્યક્તિ વિશેષ પર કોઈ ટિપ્પણી કરવામાં નહિ આવે.'
સુશાંત માટે બહેન શ્વેતાએ કરી ન્યાયની માંગ, કહ્યુ - જો સત્યનુ મહત્વ નથી તો કંઈ પણ...