• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મંત્રીજી બોલ્યા, 'હું તો સુંદરતાનો પુજારી છું'

|

લખનૌ, 7 ફેબ્રુઆરીઃ ઉત્તર પ્રદેશની સપા સરકારના મંત્રીઓને ખબર નથી શું થઇ ગયું છે? પહેલાં તો વિવાદાસ્પદ અને આધારહિન નિવેદન આપે છે અને પછી પોતાના બચાવમાં તેના કરતા પણ વધારે વિવાદાસ્પદ અને આધારહિન તર્ક આપ્યું છે. વાત યુપીના ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી રાજારામ પાન્ડેની કરીએ તો પહેલા એક મહિલા આઇએએસ અધિકારીની સુંદરતાના વખાણ કર્યા અને ચારે તરફથી તેની ટીકા થવા લાગી તો તેમણે પોતાના બચાવમાં કહ્યું કે સુંદરતા પુત્રી, માં, પત્ની અને કોઇપણની હોઇ શકે છે. મંત્રીજીએ કહ્યું કે મેં એવું કંઇ જ નથી કહ્યું જે અમર્યાદિત હોય અને કોઇની ભાવનાને ઠેસ પહોંચી હોય.

રાજારામ પાન્ડેએ પોતાની વાતને પરત લેવાનો ઇન્કાર કર્યો છે. પાન્ડેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે પોતાની વાત પરત નહીં લે પછી તે કંઇપણ કેમ ના હોય. મંત્રીજીએ આ નિવેદનમાં અખિલેશ સરકારને અસહજ સ્થિતિમાં મુકી દીધી છે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમણે આગામી 14 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલા બજેટ સત્રની તારીખ બદલી નાંખવામાં આવે. નોંધનીય છે કે, મંત્રીજીએ સાર્વજનીક મંચથી મહિલા આઇએએસ અધિકારી(ડીએમ-સુલતાનપુર) ધનલક્ષ્મીની સુંદરતા અંગે કંઇક એવું કહી ગયા કે જે કોઇ સાધારણ માનવીને શોભા નથી આપતું.

મંત્રીજીએ જિલ્લાના બે પૂર્વિય મહિલા જિલ્લાધિકારીઓના વખાણ કરતા કહ્યું કે અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. આ જિલ્લા માટે કામ કરવામાં મને ખુશી મળે છે કારણ કે મને અહીં સુંદર ડીએમ સાથે કામ કરવાની તક મળી છે. તેમણે એમ પણ કહીં દીધું કે આજથી પહેલા ખુબસુરત મહિલા જોઇ નથી. સમારોહ દરમિયાન પાન્ડેએ કહ્યું કે સુલ્તાનપુરના પૂર્વ ડીએમને જ્યારે તેમને જોયા તો તેમને લાગ્યું કે તે સૌથી સુંદર મહિલા છે પરંતુ જ્યારે જિલ્લાના વર્તમાન જિલ્લાધિકારીએ જોયા તો તેમને માલુમ પડ્યું કે તે તો ઘણા જ ખુબસુરત છે. બાદમાં ધનલક્ષ્મીના કામોના વખાણ કરતા મંત્રીજીએ કહ્યં કે તે માત્ર ખુબસુરત જ નથી પરંતુ સારા પ્રશાસક પણ છે.

English summary
UP minister for Khadi and Gramodyog Rajram Pandey has landed in a controversy by praising the "beauty" of a senior lady bureaucrat at an official function in Sultanpur, a move which has drawn the ire of SP leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X