UP Nagarpalika Election: ના કોઈ રમખાણ, ના કોઈ કર્ફ્યુ, હવે યુપી નથી કોઈની જાગીર, બોલ્યા CM યોગી, જુઓ Video

UP Nagarpalika Election: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નગરપાલિકા ચૂંટણી પ્રચારના આરંભમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થા વિશે ઘણી મોટી વાતો કહી છે. તેમણે કહ્યું છે કે હવે રાજ્યમાં કોઈ કર્ફ્યુ નથી, કાવડ યાત્રા નીકળે છે. તેમણે પશ્ચિમ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક રેલી દરમિયાન આ વાત કહી.

યુપીના સીએમ યોગીએ કહ્યું છે કે હવે ઉત્તર પ્રદેશમાં ન તો રમખાણો થાય છે કે ન તો કર્ફ્યુ લાગે છે. બધુ સરસ ચાલી રહ્યુ છે. તેમણે કહ્યું કે અહીં હવે કોઈ ખંડણી માંગવામાં નથી આવતી કારણ કે યુપી હવે કોઈની જાગીર નથી.

yogi adityanath

સીએમ યોગીએ કહ્યુ કે, 'કોઈ કર્ફ્યુ નહિ, કોઈ હુલ્લડ નહિ, યુપીમાં બધુ સરસ ચાલી રહ્યુ છે.' તેમણે કહ્યુ - 'કોઈ ખંડણી નહીં, હવે યુપી કોઈની સંપત્તિ નથી.' તેમણે કહ્યુ છે કે, 'આજે પશ્ચિમ યુપીમાં કર્ફ્યુ નથી. આજે કાવડ યાત્રા નીકળે છે.' તેમણે કહ્યું હતુ કે, 'ગુંડા ટેક્સ વસૂલનારા તમામની ગરમી શાંત થઈ ગઈ છે ને?'

યોગી આદિત્યનાથે કહ્યુ કે 6 વર્ષ પહેલા તોફાનો અને કર્ફ્યુ એક ઓળખ બની ગઈ હતી. ન તો દીકરીઓ સુરક્ષિત હતી કે ન માતાઓનુ સન્માન. તુષ્ટિકરણનુ રાજકારણ અને પલાયન જ શામલીની ઓળખ બની ગયુ હતુ. માત્ર 6 વર્ષમાં સમગ્ર પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

તેમણે કહ્યુ છે કે તેમની સરકારે યોજનાઓનો લાભ આપતી વખતે કોઈની જાતિ કે ધર્મ જોયો નથી કે કોઈનો ચહેરો પણ જોયો નથી. તેમણે કહ્યું છે કે, 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ'ને જીવનનો મુખ્ય મંત્ર બનાવીને કામ કર્યુ છે.' સીએમ યોગીએ કહ્યુ કે હવે રાજ્યમાં માફિયા-ગુનેગારો બની ગયા ભૂતકાળ, સુરક્ષા, સમૃદ્ધિ અને રોજગાર બની ગયા છે પ્રતીક.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X