For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે મળી ગયા ભગવાન રામની કુળદેવીઓ

By Super
|
Google Oneindia Gujarati News

uttar-pradesh-map
લખનૌ, 23 ઑક્ટોબરઃ એક મહિના પૂર્વે ભગવાન રામની કુળદેવીઓની મૂર્તિઓ ફૈજાબાદના પ્રાચીન મંદિરમાંથી ચોરી થઇ ગઇ હતી. જેને લઇને સાધૂ સંતોમાં નારાજગીની લાગણી છવાઇ ગઇ હતી. ઘણી મહેનત બાદ આખરે પોલીસે એ ચોરોને પકડી લીધા છે તથા રામની કુળદેવીઓ મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની મૂર્તિઓ હાંસલ કરી લીધી છે. પોલીસે ચોરોને એક બોલેરોમાં પકડી લીધા, જો કે પકડાયા તે પહેલા ભાગતી વખતે તેમણે મૂર્તિઓને ઘંડિત કરી દીધી.

ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લામાં પ્રસિદ્ધ માં મોટી દેવકાળી મંદિરમાંથી ચોરાયેલી દુર્લભ પ્રાચીન અને પુરાતાત્વિક મૂર્તિઓ પોલીસે મેળવીને આંતરરાષ્ટ્રીય ટૂકડીના ચાર સભ્યોને પકડી પાડ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક રમિત શર્માએ કહ્યું કે ભગવાન શ્રીરામની કુળદેવીઓ મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની મૂર્તિઓ એક મહિના પૂર્વે મોટી દેવકાળી મંદિરમાંથી ચોરી થઇ ગઇ હતી.

તેમણે જણાવ્યું કે પકડાયેલા ચોરોએ પોતાના નામ આંબેડકરનગર નિવાસી કરમજીત મૌર્યા, આઝમગઢ નિવાસી વિજય નારાયણ, પાંડેય ઉર્ફે ડબ્લુ પાંડેય, જૌનપુર નિવાસી સુભાષ કુમાર યાદવ અને સુલતાનપુર નિવાસી જયપૂજન શર્મા છે. શર્માએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓના સાથી પ્રમોદ અને અન્ય બે સહોયગી ફરાર થવામાં સફળ રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે, પોલીસ ટીમ દ્વારા સુલતાનપુર, આંબેડકરનગર, આઝમગઢ, જૌનપુર, બારાબંકી, લખનૌ, ઉન્નાવ અને કાનપુરમાંથી પુરાવાઓ મળ્યા હતા.

સૂચના મળી છે કે દેવકાળી મંદિર ચોરીની માં દેવકાળીની મૂર્તિ અને કેટલીક અન્ય મૂર્તિઓ સાથે ચોરો દ્વારા કાનપુર નગરથી ગોરખપુર લઇ જવામાં આવી રહી છે, જ્યાંથી તે નેપાળમાં આંતરરાષ્ટ્રીય ચોરોના હાથે વેંચી દેવામાં આવશે. પોલીસ ટીમે નવીન મંડી ઓવરબ્રિજ પર ઘેરાબંદી કરીને લખનૌ તરફ જઇ રહેલી નંબર વગરની બોલેરોને રોકી. જેમાં બેસેલા સાત લોકો આમ તેમ ભાગવા માંડ્યા જેમાંથી ચાર વ્યક્તિઓ પોલીસને પકડવામાં સફળ રહ્યાં જ્યારે ત્રણ ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે પ્રતિમ ખંડીત થઇને બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. જ્યારે અષ્ટધાતુની મૂર્તિઓ જે સંભવતઃ ભગવાન મહાવીરની છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ ટૂકડીનું નેટવર્ક નેપાળ, કાનપુર, લખનૌ અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું છે.

English summary
Police caught the thieves of idols in Lucknow, the idols were stolen from an ancient temple of Faizabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X