For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસની હેવાનિયતઃ યુવકને આપ્યું પેટ્રોલનું ઇન્જેક્શન

|
Google Oneindia Gujarati News

uppolice-new
લખનઉ, 18 મેઃ ઉત્તર પ્રદેશ પોલીસ પોતાની હેવાનિયતને લઇને ફરી એકવાર આરોપોથી ઘેરાઇ છે. સીએમ અખિલેશના એ તમામ દાવાઓ ખોખલા સાબિત થઇ રહ્યાં છે, જેમાં તેમણે યુપીમા ગુંડારાજ ખતમ કરવાની વાત કરી હતી. યુપીની પોલીસ જ જ્યારે હેવાન બની જાય ત્યારે ત્યાં સુશાસન કેવી રીતે આવી શકે. યુપી પોલીસ પર અટકાયતમાં લેવામાં બે આરોપીઓને મારી નાંખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટા પોલીસની હેવાનિયત કરતા ગુન્હો કબુલવામાં આવેલા બે યુવકોને પેટ્રોલના ઇન્જેક્શન લગાવી દીધા, જેના કારણે એકનું મોત નીપજ્યું છે અને બીજો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે.

એટા પોલીસની આ કરતૂત બાદથી પોલીસના આલા અધિકારીઓએ આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમના વિરુદ્ધ તપાસ હાથ ધરી છે, પરંતુ પોલીસની આ બર્બરતાના કારણે એટામાં રહેતા યુવકે પોતાનું જીવન ગુમાવવું પડ્યું જ્યારે બીજો જિંદગી માટે જંગ લડી રહ્યો છે.

પોતાના મિત્રને પોતાની આંખોની સામે મરતો જોઇને બલબીર માત્ર એટલું જ કહી રહ્યો છે કે તેનો મિત્ર હવે આ દુનિયામાં નથી, પરંતુ તેનો એક-એક શબ્દ યુપી પોલીસની દરિંદગીની પોલ ખોલે છે. યુપી પોલીસની થર્ડ ડિગ્રીનો શિકાર બલવીરે જણાવ્યું કે પોલીસે હત્યાની શંકામાં બલવીર અને તેના મિત્રે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસ તેમની પાસે હત્યાનો ગુન્હો કબુલાવવા માગતી હતી, પરંતુ જ્યારે બન્ને માન્યા નહીં ત્યારે પોલીસે તમામ હદ વટાવી દીધી હતી.

આ બન્ને સાથે માત્ર મારપીટ જ નહં પરંતુ તેમને પેટ્રોલના ઇન્જેક્શન પર લગાવવામાં આવ્યા. પોલીસના આ અત્યાચાર બાદ માનવઅધિકાર આયોગે ગંભીરતા દર્શાવતા મામલાની તપાસ શરૂ કરી છે, બીજી તરફ પોતાની શાખ બચાવવા માટે પોલીસ અધિકારીઓએ આરોપીઓને સસ્પેન્ડ કરી તેમના વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. સાથે જ મામલેની તપાસ માટે એક તપાસ ટીમની રચના કરી દીધી છે.

યુપી પોલીસ પોતાની છબી બચાવવા માટે ગમે તે દલીલ આપે, પરંતુ આ ઘટનાથી તેમની વરદી ફરી એકવાર દાગદાર થઇ છે. પ્રશ્ન હજુ પણ એ જ છે કે શું ગુન્હો કબુલ કરાવવા માટે યુપી પોલીસની આ કથિત રીતને સાચી ઠેરવી શકાય છે અને એક પ્રશ્ન એ પણ છે કે શું અપરાધીઓને સુધારવાનો દાવો કરનારી યુપી પોલીસને જાતે જ સુધરવાની જરૂર નથી.

English summary
UP police used third degrees measures in which besides torturing injected acid and petrol in accused body. A high level enquiry has been ordered in connection with brutality and torture by Etah police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X