ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના દાવા પર યૂપી પોલીસનો જવાબ, કાફલા પર ગોળીબાર નથી થયો
લખનઉઃ આજામ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે રવિવારે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં તેમના કાફલા પર ગોળીબાર થયો. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરના આ દાવા પર હવે યુપી પોલીસનું નિવેદન સામે આવ્યું છે. બુલંદશહેરના એસએસપી સંતોષ કુમાર સિંહે કહ્યું કે આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ગોળી ચાલી હોવાના કોઈ સબુત મળ્યાં નથી, આ વાતની પુષ્ટિ નથી થઈ.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બુલંદશહેરના એસએસપી સંતોષકુમાર સિંહે કહ્યું કે હજુ સુધી ઘટનાની પુષ્ટિ થઈ નથી અને એક જ ન્યૂઝ ચેનલ કથિત હુમલા સંબંધિત સમાચાર બતાવી રહી છે. આઝાદ સમાજ પાર્ટી અને AIMIMના કાર્યકરો વચ્ચે હંગામો થયો હતો, જો ફરિયાદ નોંધાય તો અમે કેસ નોંધીને તપાસ આગળ ધપાવીશું.
મારા કાફલા પર ગોળીબાર થયોઃ ચંદ્રશેખર
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યું હતું કે, 'બુલંદશહેરની ચૂંટણીમાં આપણા ઉમેદવારોથી વિપક્ષી પાર્ટીઓ ડરી ગઈ છે અને આજની રેલીએ તેમની ઉંઘ ઉડાવી દીધી છે. જેના કારણે કાયરતાપૂર્ણ રીતે મારા કાફલા પર ગોળીઓ ચલાવવામાં આવી. જે તેમની હારની હતાશા બતાવે છે. તેઓ માહોલ ખરાબ થાય તેવું ઈચ્છે છે પરંતુ અમે એવું નહિ થવા દઈએ.'
ચંદ્રશેખર આઝાદના ટ્વીટ પર યુપી પોલીસે પણ પ્રતિક્રિયા આપી, પોલીસે કહ્યું કે, 'AIMIM અને આઝાદ સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઝઘડો થવાની સૂચના હતી જેના પર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયરિંગની ઘટના ખોટી છે. તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.'
સુશાંત કેસમાં મારા દીકરા આદિત્યને બદનામ કરવાની કોશિશ કરવામાં આવીઃ સીએમ ઉદ્ધવ ઠાકરે
નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના બુલંદશહેર સહિત 7 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થનાર છે. આ ચૂંટણીથી ભીમ આર્મી ચૂંટણી રાજનીતિમાં પગલું માંડી રહી છે. આઝાદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે તેઓ 3 નવેમ્બરે થનાર પેટા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે કાફલા પર ગોળીબાર થયો હતો.