For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભા ચૂંટણી : જાણો કેવી રીતે છેલ્લા બે કલાકમાં ભાજપે બાજી જીતી

ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા સીટોમાંથી 9 બેઠકો પર ભાજપની જીત થઇ જાણો કેવી રીતે ભાજપે પોતાની ગેમ રમી જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા સીટોને લઇને શુક્રવારે થયેલા વોટિંગમાં અનેક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. જેના કારણે બસપાના ઉમેદવારને હારવાનો વારો આવ્યો અને ભાજપના 9 ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવા માટે સફળતા મળી. વોટિંગના છેલ્લા બે કલાકમાં આ આખી રમત રમાઇ ગઇ જેના કારણે સમાજવાદી પાર્ટી અને બસપાની સમગ્ર રણનીતિ પાણી ફરી વળ્યું. જે પછી ભાજપના ખાતામાં 9 બેઠકો અને સપાના ખાતામાં 1 સીટ આવી છે. જ્યારે બસપાને તો ખાલી હાથે જ કામ ચલાવ્યું પડ્યું. જાણો આ અંગે વધુ વિતગવાર અહીં...

કેવી રીતે રમી રમત?

કેવી રીતે રમી રમત?

ઉત્તર પ્રદેશની લોકસભાની ઉપચૂંટણીમાં જે રીતે સમાજવાદી પાર્ટી અને બસપાએ ગઠબંધન કરીને મોટી જીત મેળવી તેનાથી સપા અને બસપા ગેલમાં આવી ગઇ હતી. અને રાજ્યસભાની ચૂંટણીમાં પણ વધુ ઉમેદવાર મોકલવાની વાત તેણે સ્વીકારી લીધી હતી. પણ તેવું થયું નહીં અને આ બાજી ભાજપે જીતી લીધી હતી. બસપા અને સપાના ધારાસભ્યોનું ગઠબંધન અને સમર્થન હોવા છતાં ભાજપના અનિલ અગ્રવાલની જીત થઇ હતી. અને તે રાજ્યસભાના ઉમેદવાર તરીકે આવનારા સમયમાં ઉપર જશે.

ક્રોસ વોટિંગ

ક્રોસ વોટિંગ

ભાજપના ઉમેદવાર અનિલ અગ્રવાલ અને બસપાના ઉમેદવાર ભીમરામ અમ્બેડકર વચ્ચે કાંટની ટક્કર હતી. જેમાં અમ્બેડકરને 33 વોટ મળ્યા હતા. તમને જણાવી દઇએ કે સપા અને કોંગ્રેસ બંનેએ બસપાને પોતાનું સમર્થન આપ્યું હતું. અનિલ અગ્રવાલની જીત બીજી વારની ગણતરી પછી થઇ હતી. જેમાં બસપા ઉમેદવારની બીજી પ્રાથમિકતાથી સપા વિધાયકોને વોટ ના મળ્યો. સપા અને બસપા બંનેના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. નિષાદ પાર્ટીના એક વિધાયકે ભાજપને પોતાનો વોટ આપ્યો હતો. જ્યારે મુખ્તાર અંસારીએ સપાના હરિઓમ યાદવને વોટ આપવાની કોર્ટે મંજૂરી નહતી આપી. જેના કારણે સપા-બસપાને ગઠબંધનને 5 વોટનું નુક્શાન થયું હતું.

જબરી રમત

જબરી રમત

બસપાના અનિલ સિંહે કહ્યું કે તેમણે ભાજપને પોતાનો વોટ આપ્યો છે. અને તેમણે એ પણ કહ્યું કે મેં મારો વોટ આપી દીધો છે બીજાના વોટની મને નથી ખબર. તેમને રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ પહેલાની રાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથવ સાથે જતા દેખવામાં આવ્યા હતા. જેથી તે સાફ થઇ ગયું હતું કે તે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપશે. સપાના પૂર્વ નેતા નરેશ અગ્રવાલના પુત્ર નિતિન અગ્રવાલે પણ ભાજપના જ ઉમેદવારને પોતાનો મત આપ્યો હતો. ભાજપના નિર્દલીય ધારાસભ્ય અમન મણિ ત્રિપાઠી પણ વોટ મેળવવામાં સફળ રહ્યા હતા. વોટ પછી તેમણે કહ્યું કે મહારાજજીના નિદેશનું પાલન કરવામાં આવ્યું હતું.

બસપા રમત હારી

બસપા રમત હારી

મતદાનના છેલ્લા બે કલાકમાં ભાજપે આખી ગેમનો પ્રવાહ જ પોતાની તરફ કરી લીધો હતો. સપા અને બસપાએ આ માટે ચૂંટણી આયોગની મદદ માંગી હતી. અને ક્રોસ વોટિંગની ફરિયાદ પણ કરી હતી. સપા અને બસપાનો આરોપ હતો કે ધારાસભ્યોએ પોતાનો વોટ બેલેટ એજન્ટને નથી બતાવ્યો. જો કે તે નિયમ છે કે વોટ નાંખ્યા પછી પોતાનો વોટ બતાવવો પડે. છેવટે ભાજપે પોતાના 324 ધારાસભ્યોના કારણે 8 ઉમેદવારોને રાજ્યસભામાં મોકલવા માટે સફળતા મેળવી લીધી હતી. વાત હતી ખાલી 37 વોટ સાથે 9માં ઉમેદવારને જીતવવાની. જેમાં પણ તેણે ક્રોસ વોટિંગથી સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે સપાના 47 ધારાસભ્યો હતો અને બસપા પાસે ખાલી 19 ધારાસભ્યો. સાથે જ બે ધારાસભ્યો જેલમાં હોવાના કારણે વિપક્ષના બે વોટ ઓછા થઇ ગયા હતા.

English summary
UP rajyasabha election how BJP won the 9th seat. Cross voting proved good for BJP candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X