For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપા-બસપાની કાખઘોડી પર ચાલી રહી છે યુપીએ : જેટલી

|
Google Oneindia Gujarati News

arun jaitly
અજમેર, 6 જૂન : સુરાજ સંકલ્પ યાત્રાના ચોથા ચરણના સમાપન રાજસ્થાન ગયેલા બીજેપી નેતા અને રાજ્યસભામાં પ્રતિપક્ષ નેતા અરુણ જેટલીએ કેન્દ્રની યુપીએ સરકારને ઇતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી છે. જેટલીએ સરકાર પર નિશાનો સાધતા કહ્યું કે હવે માત્ર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના દમ પર જ સરકાર ચાલી રહી છે.

જેટલી સમાપન સમારંભ દરમિયાન એક જનસભાને સંબોધન કરતા કહ્યું કે વામપંથી, તૃણમૂલ કોંગ્રેસ અને ડીએમકે કેન્દ્રની યુપીએ સરકારથી અલગ થઇ ગયા છે. હવે માત્ર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીના દમ પર જ કેન્દ્ર સરકાર ચાલી રહી છે. બંનેમાંથી એક પક્ષે સમર્થન પાછું લઇ લીધું તો લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાશે.

યુપીએ સરકાર પર સીબીઆઇના દુરુપયોગનો ઇરોપ લગાવતા જેટલીએ કહ્યું કે સરકાર સપા અને બસપાને ડરાવીને સમર્થન લઇ રહી છે. પરંતુ આ વધારે દિવસ સુધી ચાલવાનું નથી. જેટલીએ સીબીઆઇના અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે રાજનૈતિક સત્તા અમર નથી.

જેટલીએ કહ્યું કે સીબીઆઇએ પાક સાફ અને વરિષ્ઠ નેતા ગુલાબચંદ કટારિયાને કોટી રીતે ફંસાવ્યા છે. કટારિયાને આશ્વત કરતા કહ્યું કે તેમની પર ભાજપ ક્યારેય આંચ નહીં આવવા દે.

English summary
BJP Leader Arun Jeteily said that UPA is the most corrupted Government forever. The Government survive only on SP and BSP Support.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X