For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPA સરકાર 3 - 4 મહિનાની મહેમાન : ત્રીજો મોરચો બનાવશે નવી સરકાર

|
Google Oneindia Gujarati News

mamata-benarjee
કોલકત્તા, 25 જૂન : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જ્યારથી યુપીએ સરકાર સાથે પોતાનો સંબંધ તોડ્યો છે. ત્યારથી જ તે કેન્દ્રની સરકાર પર નિશાન સાધે છે. એફડીઆઇના મુદ્દે પોતાનું સમર્થન પાછી લેનારી મમતાએ એકવાર ફરીથી કેન્દ્ર સરકાર માટે ભવિષ્યવાણી કરી છે.

બિન કોંગ્રેસી અને બિન ભાજપી પ્રાદેશિક પક્ષોના ગઠબંધનથી રચાયેલા મોરચાનો વિચાર સામે લાવનારી મમતા બેનર્જીએ ભવિષ્યવાણી કરી છે કે લોકસભા ચૂંટણી પોતાના સમય કરતા વહેલી યોજાશે.

મમતાએ જણાવ્યું છે કે ત્રણ ચાર મહિનાઓમાં યુપીએ સરકાર પડી જશે. અને ચૂંટણી બાદ દેશમાં ક્ષેત્રિય દળો સરકાર બનાવશે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં પંચાયત ચૂંટણીઓ સાથે જોડાયેલી એક રેલીને સંબોધન કરતા મમતાએ જણાવ્યું કે દેશની ભ્રષ્ટ સરકાર માત્ર ત્રણ ચાર મહિનાની જ મહેમાન છે. લોકસભા ચૂંટણી 2014માં પ્રાદેશિક પક્ષોની જ કેન્દ્ર સરકાર રચાશે.

English summary
UPA gov Guests of 3-4 months : Third Front will form the next government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X