For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુર્શીદે મોદીને કહ્યા 'નપુંસક', 'તમે હત્યારાઓને રોકી ન શક્યા'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ફરૂખાબાદ, 26 ફેબ્રુઆરી: કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે નરેન્દ્ર મોદીને 'નપુંસક' કહ્યા અને ભાજપે તેમની આ ટિપ્પણીની આકરી નિંદા કરી. વડાપ્રધાનના પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિદેશ મંત્રીની આ નવી ટિપ્પણી વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ફાટી નિકળેલા રમખાણો સામે મુખ્યમંત્રીની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવતાં આ પ્રકારની ટિપ્પણી કરી હતી. સલમાન ખુર્શીદે પહેલાં એકવાર નરેન્દ્ર મોદીની તુલના દેડકા સાથે કરી હતી જે હજુ સુધી કુવામાંથી બહાર આવ્યો નથી.

નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ફરૂખાબાદથી સાંસદ સલમાન ખુર્શીદે સવાલિયા અંદાજમાં કહ્યું હતું કે દેશના વડાપ્રધાન પદની આકાંક્ષા રાખનાર એક વ્યક્તિ 2002ના રમખાણો દરમિયાન કંઇ કરી ન શક્યો.

સલમાન ખુર્શીદે કહ્યું હતું કે ભાજપ નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ક્લિન ચિટ મળી હોવાનો આધારહિન પ્રચાર કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સત્ય તો એ છે કે એક મેજિસ્ટ્રેટે એક કેસની તપાસમાં સબૂતોના અભાવને ધ્યાનમાં રાખતા નરેન્દ્ર મોદીની સંલિપ્તતા નહી હોવાની વાત કહી છે. એનો અર્થ એ નથી કે નરેન્દ્ર મોદીના દામન પરથી રમખાણોના દાગ ધોવાય ગયા છે.

modi-salman

તેમણે આરોપ લગાવ્યો હતો કે 'હુલ્લડખોરોએ રેલવેના ડબ્બામાં આગ ચાંપી, તે સમયે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા. ત્યારબાદ જે રમખાણો ભડક્યા અને નિર્દોષ લોકોના જીવ ગયા, તે સમયે કોના કાર્યકાળમાં ગયા. જે વ્યક્તિ સત્તા અને શાસનમાં રહીને રમખાણો પર અંકુશ ન લગાવી શકે તે વડાપ્રધાનની ખુરશી પર બેસીને દેશની સુરક્ષા કેવી રીતે કરી શકશે.'

વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે 'કેટલાક લોકો આવે છે, હુમલા કરે છે અને જતા રહે છે અને તમે રક્ષા કરી શકતા નથી. તમે એક મજબૂત વ્યક્તિ છો?' તેમણે કહ્યું હતું કે 'અમે તમને (મોદી) લોકોની હત્યાના આરોપી કહેતા નથી, અમારો આરોપ છે કે તમે નપુંસક છો. તમે હત્યારાઓને રોકી ન શક્યા.'

નરેન્દ્ર મોદીના ખાસ સહયોગી અને ગુજરાતના મંત્રી જય નારાયણ વ્યાસે કહ્યું હતું કે સલમાન ખુર્શીદની 'અભદ્ર ટિપ્પણી' લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસી નેતાઓની 'હતાશા'ને દર્શાવે છે. ભાજપના નેતા સધાંશુ મિત્તલે કહ્યું હતું કે તે નિરાશ છે આ પ્રકારની ભાષાનો ઉપયોગ તે લોકો દ્વારા કરવામાં આવે છે જે પોતાને ભણેલા ગણેલા કહે છે.

English summary
Union Minister Salman Khurshid on Tuesday described Narendra Modi as "impotent", a remark that invited a sharp condemnation from the BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X