For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર છે યુપીએ: સુષમા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 એપ્રિલ: કોલ બ્લોક ફાળવણીમાં ઘોટાળાને લઇને વિપક્ષી દળોએ બંને ગૃહોમાં ભારે હંગામો મચાવ્યો, જેના કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. મુખ્ય વિપક્ષી દળ બીજેપી આ મુદ્દા પર પ્રધાનમંત્રી મનમોહનસિંહના રાજીનામાની માંગ કરી રહી છે. વિપક્ષના હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

લોકસભાની કાર્યવાહી ફરી શુરૂ થતા સંસદમાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજે મનમોહન સરકારે સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવતા જણાવ્યું કે 'દરેક સત્રમાં નવો ઘોટાળો સામે આવે છે. દરેક ઘોટાળો તેના આગળના ઘોટાળાનો રેકોર્ડ તોડે છે અને સરકાર તેની પર ઢાંકપીછોડો કરવાની કોશીશ કરે છે.' સુષમાએ જણાવ્યું કે 'સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સરકારે તેમનો વિશ્વાસ તોડ્યો છે. છતાં પણ સરકારને એક મીનીટ પણ બની રહેવાનો અધિકાર નથી.'

sushma swaraj
સુષમાએ જણાવ્યું કે 'વારંવાર વિપક્ષનું મો બંધ કરવાની કોશિશ કરવામાં આવે છે. હવે અમે સરકારની મદદ નહીં કરીએ. તેઓ એમ કહે છે કે અમે સંસદ ચાલવા નથી દેતા જેના કારણે દેશને આર્થિક અસર થશે અને દેશને નુકસાન થશે. તો અમે દેશહિતમાં સંસદને ચાલવા દઇશું પરંતુ બીલ પસાર કરવામાં ભાગીદારી પણ નહી આપીએ અમે વોકઆઉટ કરીશું.'

સુષમા સ્વરાજે પોતાની વાત પૂરી કર્યા બાદ આખા દળની સાથે સંસદમાંથી વોકઆઉટ કરી લીધું. જોકે સુષમાએ આશ્વાસન આપ્યું કે તેઓ નાણા બીલ પસાર કરવામાં અવરોધ ઉભો કરીશું નહીં, પરંતુ આ કામમાં ભાગીદાર પણ નહી બનીએ. આ ઉપરાંત શિવસેના, જેડીયૂ અને લેફ્ટ પાર્ટીઓએ પણ ગૃહમાં જોરદાર હંગામો મચાવ્યો.

English summary
UPA 2 most corrupt govt since independence, our protests justified said Sushma Swaraj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X