For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MP સંકટઃ શિવરાજસિંહ ચૌહાણ આજે રાતે 9 વાગે લઈ શકે છે CM પદના શપથ

એએનઆઈના સમાચાર મુજબ શિવરાજસિંહ ચૌહાણ એક વાર ફરીથી મધ્યપ્રદેશની કમાન સંભાળવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશમાં રાજકીય ઉઠલપાથલ ખતમ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. એએનઆઈના સમાચાર મુજબ શિવરાજસિંહ ચૌહાણ એક વાર ફરીથી મધ્યપ્રદેશની કમાન સંભાળવા જઈ રહ્યા છે. સમાચાર છે કે આજે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં તેમણે ઔપચારિક રીતે દળના નેતા ચૂંટવામાં આવશે અને ત્યારબાદ રાતે 9 વાગે રાજભવનમાં જ એક સાદા સમારંભમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. રાજભવનમાં આની સૂચના પણ આપી દેવામાં આવી છે અને ત્યાં આના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Shivraj Singh Chouhan

તમને જણાવી દઈએ કે શનિવારે ભાજપ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરીને શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ હતુ કે કમલનાથ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. આવી સ્થિતિમા કોઈ મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવાનો અધિકાર વિધાનસભા અધ્યક્ષને નથી, આ મુલાકાત પહેલા મધ્ય પ્રદેશમાં રાજીનામુ આપનાર કોંગ્રેસના બધા 22 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં શામેલ થઈ ગયા હતા.

ફ્લોર ટેસ્ટ પહેલા કમલનાથે આપ્યુ રાજીનામુ

તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ 20 માર્ચે સાંજે પાંચ વાગે ફ્લોર ટેસ્ટ થવાનો હતો પરંતુ તે પહેલા સીએમ કમલનાથે પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજીનામાનુ એલાન કરી દીધુ હતુ. આ દરમિયાન તેમણે ભાજપ પર જોરદાર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાવુક થઈને કહ્યુ કે રાજ્યમાં ભાજપને 15 વર્ષ મળ્યા હતા દ્યારે મને અત્યાર સુધી માત્ર 15 મહિના મળ્યા છે. અઢી મહિના લોકભા ચૂંટણી અને આચારસંહિતામાં પસાર થઈ ગયા, આ 15 મહિનામાં રાજ્યનો દરેક નાગરિક સાક્ષી છે કે મે રાજ્ય માટે કેટલુ કામ કર્યુ પરંતુ ભાજપને આ કામ ગમ્યુ નહિ, સાથે કમલનાથે કહ્યુ કે ભાજપ એ ન ભૂલે કે કાલ બધાની આવે છે.

સત્યનો વિજય થયો છે, સત્યમેવ જયતે

ત્યારબાદ કમલનાથની પ્રેસ કૉન્ફરન્સ બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયેલા એમપીના મહારાજ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર લખ્યુ હતુ કે મધ્યપ્રદેશમાં આજે જનતાની જીત થઈ છે. મારુ સદા એ માનવુ રહ્યુ છે કે રાજનીતિ જનસેવાનુ માધ્યમ હોવુ જોઈએ પરંતુ પ્રદેશ સરકાર આ રસ્તાથી ભટકી ગઈ હતી. સત્યની પછી જીત થઈ છે, સત્યમેવ જયતે.

આ પણ વાંચોઃ હવામાં કલાકો જીવતો રહી શકે કોરોના વાયરસ, અભ્યાસ બાદ WHOએ આપી સલાહઆ પણ વાંચોઃ હવામાં કલાકો જીવતો રહી શકે કોરોના વાયરસ, અભ્યાસ બાદ WHOએ આપી સલાહ

English summary
UPDATE BJP's Shivraj Singh Chouhan to take oath as the Chief Minister of #MadhyaPradesh today at 9:00 PM at Raj Bhavan in Bhopal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X