For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDA છોડનાની અટકળો વચ્ચે ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્રીય મંત્રીનું આમંત્રણ, આજે થઈ શકે મોટી ઘોષણા

કુશવાહાને કેન્દ્રીય મંત્રીનું આમંત્રણ, આજે થઈ શકે મોટી ઘોષણા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક દિવસોથી જેવી રીતે ઉપેન્દ્ર કુશવાહાની ભાજપ સાથે બબાલ ચાલી રહી છે તે બાદ માનવામાં આવી રહ્યું હતું કે કુશવાહા ભાજપ-એનડીએથી અલગ થઈ શકે છે. પરંતુ આ વચ્ચે કુશવાહાને એનડીએની યોજાનાર બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ખુદ કુશવાહાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેમને એડીએની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે કુશવાહા આ બેઠકમાં સામેલ નહિ થાય. જણાવી દઈએ કે આજે યોજાનાર આ બેઠકની અધ્યક્ષતા નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. શિયાળુ સત્ર પહેલા થનાર આ બેઠક અતિ મહત્વની છે.

આજે થઈ શકે મોટી ઘોષણા

આજે થઈ શકે મોટી ઘોષણા

માનવામાં આવી રહ્યું છે કે કુશવાહા જલદી જ એનડીએથી અલગ થવાની ઘોષણા કરી શકે છે અને તેઓ પોતાનો ફેસલો લેતા પહેલા છેલ્લી વાર તેઓ પોતાનું પુરું જોર લગાવવા પ્રયત્ન કરી રહ્યા છે. કુશવાહાના નજીકના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે કુશવાહા દિલ્હીમાં રહેશે, પરંતુ તેઓ બેઠકમાં ભાગ નહિ લે.

પાર્ટીની અંદર ટકરાવ

પાર્ટીની અંદર ટકરાવ

જહાનાબાદથી બાગી આરએલએસપી સાંસદ અરુણ કુમારે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપને સમર્થન કરશે. તેમણે કહ્યું કે કુશવાહા સાથે મેં મારો રસ્તો અલગ કરી લીધો છે, વધુમાં કહ્યું કે 'મને એનડીએ તરફથી બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું નથી, પરંતુ એનડીએ છોડવાની મારી કોઈ યોજના નથી.' એમણે કહ્યું કે મને ખબર નથી કે આખરે ભાજપ નીતિશ કુમારનો ગુલામ કેમ બની રહ્યો છે, હું આરએલએસપીના સન્માનને બચાવવાની પોતાની લડાઈ ચાલુ રાખીશ જેથી કરીને તેઓ આ વખતે વધુ સીટ જીતી શકે.

તમામ નેતા ભાજપના સંપર્કમાં

તમામ નેતા ભાજપના સંપર્કમાં

જ્યારે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના એનડીએ છોડવાના ફેસલાનો તેમની પાર્ટીના સાંસદ રામ કુમાર શર્માએ પણ વિરોધ કર્યો છે. પરંતુ તેમણે કહ્યું કે તેઓ તેઓ કુશવાહાના દરેક ફેસલામાં તેમની સાથે રહેશે. સૂત્રો મુજબ તેઓ ભાજપના સંપર્કમાં છે. જ્યારે પાર્ટીના બંને ધારાસભ્ય લલ્લન પાસવાન અને સુધાંશુ શેખર પણ જદયૂના સંપર્કમાં છે. ખુદ કુશવાહા એલજેડી નેતા શરદ યાદવના સંપર્કમાં છે અને પાર્ટીના વિલય પર ચર્ચા કરી રહ્યા છે. જણાવી દઈએ કે એનડીએની આજે મળનાર બેઠક સાંજે 4 વાગ્યે યોજાનાર છે, પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે આ બેઠકમાં જદયૂ સામેલ થશે કે નહિ.

અટકળો પર ઉપેન્દ્ર કુશવાહાએ લગાવ્યુ વિરામ, એનડીએની બેઠકમાં નહિ થાય શામેલ અટકળો પર ઉપેન્દ્ર કુશવાહાએ લગાવ્યુ વિરામ, એનડીએની બેઠકમાં નહિ થાય શામેલ

English summary
Upendra Kushwaha creates suspense over quitting NDA ahead of key meet in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X