રાજસ્થાન સરકારમાં ઉથલપાથલ, વધુ 8 મંત્રીઓના રાજીનામાં લેવાઈ શકે!
જયપુર, 20 નવેમ્બર : રાજસ્થાન કેબિનેટના વિસ્તરણની વચ્ચે અશોક ગેહલોત સરકારમાંથી હટાવવામાં આવેલા મંત્રીઓની સાથે નવા મંત્રી બની રહેલા લોકોના નામ પણ ચર્ચામાં છે. અહેવાલ છે કે કામગીરીના આધારે વર્તમાન મંત્રીઓમાંથી ઘણાની છુટ્ટી થઈ રહી હોવાનું માનવામાં આવે છે.
સંગઠનાત્મક નિમણૂકના કારણે શિક્ષણ રાજ્ય મંત્રી ગોવિંદ સિંહ દોતાસરા, મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી અને મેડિકલ મિનિસ્ટર ડૉ. રઘુ શર્માના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. આ સિવાય આઠ મંત્રીઓને પણ હટાવી શકાય છે.
આ મંત્રીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવશે
1. મોટર ગેરેજ મંત્રી રાજેન્દ્ર યાદવ
2. ગૃહ સંરક્ષણ રાજ્ય મંત્રી ભજન લાલ જાટવ
3. મહિલા અને બાળ વિકાસ મંત્રી મમતા ભૂપેશ
4. ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી સુભાષ ગર્ગ
5. ઉચ્ચ શિક્ષણ મંત્રી ભંવરસિંહ ભાટી
6. આદિજાતિ વિકાસ મંત્રી અર્જુન બામાણી
7. પરિવહન મંત્રી પ્રતાપસિંહ ખાચરીયાવાસ
8. ઉદ્યોગ મંત્રી પરસાદીલાલ મીણા
આ 8 મંત્રીઓને કેમ હટાવવામાં આવી શકે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજસ્થાન સરકારના કેબિનેટ ફેરબદલમાં વર્તમાન મંત્રીઓના કામની પણ સમીક્ષા કરવામાં આવશે. આ સાથે પ્રાદેશિક અને જ્ઞાતિના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. ઉપરોક્ત 8 મંત્રીઓને બંને આધાર પર હટાવી શકાય છે.