
ટોક્યોથી પરત ફરતા જ વિનેશ ફોગાટને રેસલિંગ ફેડરેશન દ્વારા સસ્પેન્ડ કરાઈ!
મહિલા રેસલર વિનેશ ફોગાટ ટોક્યોથી પરત ફરતા જ આરોપોનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે મંગળવારે ભારતીય રેસલિંગ ફેડરેશને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધી છે. ડબલ્યુએફઆઈએ વિનેશની અનુશાસનહિનતાને કારણભૂત ગણાવી છે.ફોગાટે ઓલિમ્પિક વિલેજમાં બાકીના રમતવીરો સાથે તાલીમ લેવાનો ઇનકાર કર્યો હતો. એ ઉપરાંત તેને ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાના સત્તાવાર કીટ પ્રાયોજકોનું નામ શો ન કર્યુ હતુ.
ટોક્યો ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં બેલારુસ કુસ્તીબાજ વેનેસા કલાડજિંસ્કાયા સામે કારમી હાર બાદ બહાર થયેલી વિનેશને નોટિસનો જવાબ આપવા માટે 16 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેમાં શિસ્તને લઈને ત્રણ મુદ્દા પર જવાબ માંગ્યો છે. જો ડબ્લ્યુએફઆઈ વિનેશના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો તો પ્રતિબંધ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.
વિનેશે ગેમ્સ વિલેજમાં એક જ ફ્લોર પર રહેવા અને ભારતીય ટીમના અન્ય સભ્યો સાથે ટ્રેનિંગ કરવાનો ઇનકાર કર્યો હતો. વિનેશ બીજા માળે રૂમ માંગ્યો હતો. તે એક દિવસ માટે પણ અન્ય રેસલર સાથે ન રહી અને ટ્રેનિંગ પણ કરવાનો ઈન્કાર કર્યો હતો. વિનેશ ફોગાટે વોલર અકોસ પાસેથી તાલીમ લીધી હતી.
વિનેશે ભારતીય ટુકડીના સત્તાવાર પ્રાયોજક અને શિવ નરેશનું નામ પણ પહેર્યું ન હતું અને નાઈકી બ્રાન્ડનો પ્રચાર કર્યો હતો. વિનેશ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓની 53 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. તેની પાસેથી ઘણી અપેક્ષા હતી પરંતુ તે ગેમ્સમાં મેડલ રાઉન્ડ સુધી પહોંચ્યા વિના જ હારી ગઈ. WFI ના એક સૂત્રએ પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું હતું કે, "આ એક ઘોર અનુશાસનહિનતા છે. તેને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની મનાઈ કરવામાં આવી છે. તે જ્યાં સુધી જવાબ ન આપે અને WFI અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી કોઈ સ્પર્ધાઓમાં ભાગ નહીં લઈ શકે.
આઈઓએ એ ડબલ્યુએફઆઈની પર ટીકા કરી છે. તે તેના ખેલાડીઓને નિયંત્રિત ન કરી શકતી હોવાનું કહ્યુ છે. ટોક્યોના અધિકારીઓએ જણાવ્યું કે વિનેશને જ્યારે તેની ભારતીય ટીમના ખેલાડી સોનમ, અંશુ મલિક અને સીમા બિસ્લાની બાજુમાં એક રૂમ આપવામાં આવ્યો ત્યારે હંગામો મચાવ્યો હતો, વિનેશે કહ્યું કે તે ભારતથી આવી છે અને તેની સાથે રહેતા તેને કોરોના થઈ શકે છે. વિનેશે ઓલિમ્પિકમાં ટોચના મેડલ દાવેદાર તરીકે પ્રવેશ કર્યો હતો, પરંતુ બેલારુસની વેનેસા સામે હાર થઈ હતી.
આ ઉપરાંત સોનમને પણ ગેરવર્તન બદલ નોટિસ આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સીએ કહ્યું કે સોનમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓને ટોક્યો ઓલિમ્પિકમાં જતા પહેલા ડબલ્યુએફઆઈ ઓફિસમાંથી તેનો પાસપોર્ટ લેવા આદેશ આપ્યો હતો. રેસલર અથવા પરિવારે પાસપોર્ટ જમા કરાવવાનો હોય છે પરંતુ સોનમને તેના 'અસ્વીકાર્ય વર્તન' માટે સજા કરાઈ છે. સોનમ પણ તેની પ્રથમ ઓલિમ્પિકમાંથી મેડલ વગર પરત ફરી હતી.