For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવર્ણોને 10% અનામતના દાવે વિપક્ષ સામે ઉભી કરી મોટી મુસીબત

મોદી સરકારે ચૂંટણી પહેલા આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત આપવાનો નિર્ણય લીધો છે તેણે દેશનો રાજકીય માહોલ ગરમાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં અનામત હંમેશાથી એવો મુદ્દો રહ્યો છે જેના કારણે સત્તા પરિવર્તન સુધી જોવા મળ્યુ છે. જે રીતે મોદી સરકારે ચૂંટણી પહેલા આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત આપવાનો નિર્ણય લીધો છે તેણે દેશનો રાજકીય માહોલ ગરમાવી દીધો છે. એક તરફ જ્યાં તમામ વિપક્ષી દળો ચૂંટણી પહેલા સતત ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર સામે સતત પ્રહારો કરી રહ્યા હતા તો બીજી તરફ સરકારના આ નિર્ણય બાદ વિપક્ષ માટે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવો મુશ્કેલ બની રહ્યો છે.

બસપાનું સમર્થન

બસપાનું સમર્થન

કોંગ્રેસ પાર્ટી પોતે પણ સરકારના આ નિર્ણયનો ખુલીને વિરોધ નથી કરી શકતી. ત્યાં સુધી કે ભાજપની કટ્ટર વિરોધી માયાવતીએ પણ સરકારા આ નિર્ણયનું સમર્થન કર્યુ છે. માયાવતીએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યુ અને કહ્યુ કે તે આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત આપવાના નિર્ણયનું સ્વાગત કરે છે. જો કે તેમણે આની પાછળ સરકારની મનશા પર જરૂર સવાલ ઉઠાવ્યો છે. માયાવતીએ કહ્યુ કે લોકસભા ચૂંટણી પહેલા લેવામાં આવેલો નિર્ણય અમને યોગ્ય નિયતથી લેવામાં આવેલો નિર્ણય નથી લાગતો. ચૂંટણી સ્ટંટ લાગે છે, રાજકીય છેતરપિંડી લાગે છે, જો ભાજપ પોતાનો કાર્યકાળ ખતમ થતા પહેલા નહિ પરંતુ પહેલા આ નિર્ણય લઈ લેતી તો સારુ થાત.

આપનું સમર્થન

આપનું સમર્થન

વળી, આમ આદમી પાર્ટીએ પણ સરકારના આ નિર્ણયનુ સ્વાગત કરીને કહ્યુ કે તે આ નિર્ણયનું સમર્થન કરશે. જો કે પાર્ટી તરફથી મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે સરકારે નિર્ણય લાગુ કરવા માટે વહેલામાં વહેલી તકે બિલ લઈને આવવુ જોઈએ નહિતર સ્પષ્ટ થઈ જશે કે સરકારનો આ નિર્ણય માત્ર એક જુમલો જ છે અને સરકારની આ બિલને પાસ કરાવવાની કોઈ મનશા નથી. વળી, તમામ નેતાઓએ પણ આ બિલનું સમર્થન કર્યુ છે.

વિપક્ષ અસમંજસમાં

વિપક્ષ અસમંજસમાં

વાસ્તવમાં કોઈ પણ પક્ષ સવર્ણોને અનામતના નિર્ણયની સીધી ટીકા કરવાથી બચી રહ્યુ છે. કોઈ પણ રાજકીય પક્ષ દેશના બહુમત સવર્ણોની નારાજગી વહોરવા માંગતુ નથી. આ જ કારણ છે કે એક તરફ જ્યાં તમામ રાજકીય પક્ષો સરકારના નિર્ણયને સ્વીકારી રહ્યા છે પરંતુ તે સરકારની મનશા પર સવાલ ઉભા કરી રહ્યા છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ માટે પણ કંઈક આવી જ મુશ્કેલી છે. જો તે સરકારના આ નિર્ણયનો વિરોધ કરે તો તેમને સવર્ણોની નારાજગી વહોરવી પડશે અને જો આ નિર્ણયનું સમર્થન કરે તો ભાજપને આનો સીધો લાભ મળશે.

આ પણ વાંચોઃ 'ઈન્દિરા ગાંધીએ અનામત વિના પોતાને સાબિત કર્યા': નીતિન ગડકરીઆ પણ વાંચોઃ 'ઈન્દિરા ગાંધીએ અનામત વિના પોતાને સાબિત કર્યા': નીતિન ગડકરી

English summary
Upper caste reservation a master stroke of Modi government against opposition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X