લોકસભામાં નારા લાગ્યા, મોદી સરકાર હોશમાં આવો

Posted By:
Subscribe to Oneindia News

એક તરફ જ્યાં શિયાળું સત્ર પૂર્ણ થવામાં ખાલી 3 દિવસ બાકી રહ્યા છે. ત્યારે નોટબંધીને લઇને વિપક્ષનો વિરોધ હજી પણ યથાવત છે. આજે પણ લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષ તરફથી "મોદી સરકાર હોશમાં આવો" જેવી નારેબાજી થવાના કારણે લોકસભાથી કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

parliament

તો બીજી તરફ રાજ્યસભામાં પણ આ વાતને લઇને ભારે હંગામો થયો છે. જે બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. નોંધનીય છે કે લોકસભાની આજની કાર્યવાહીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા.

વધુમાં આજે લોકસભામાં ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજિજૂ પર લાગેલા કથિત ભષ્ટ્રાચારના આરોપ મામલે પણ હોબાળો થયો. અને વિપક્ષે આ અંગે સરકારની સ્પષ્ટતા માંગી હતી.

English summary
uproar continues in parliament over demonetisation issue.
Please Wait while comments are loading...