Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MCD હાઉસમાં હંગામો, મેયર શૈલી ઓબેરૉયનો આરોપ - ભાજપ કાઉન્સિલરોએ મારા પર હુમલો કર્યો, Video

દિલ્લીના મેયર શૈલી ઓબેરૉયનો આરોપ છે કે ભાજપના કાઉન્સિલરોએ સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન મારા પર હુમલો કરવાની કોશિશ કરી.

Delhi Mayor Election: આમ આદમી પાર્ટી(આપ) નેતા અને પટેલ નગર વૉર્ડ નંબર 86માંથી કાઉન્સિલર શૈલી ઓબરૉય દિલ્લી નગર નિગમના નવા મેયર બની ગયા છે. શૈલી ઓબેરૉયે પોતાના ભાજપ પ્રતિસ્પર્ધી રેખા ગુપ્તાને 34 મતોથી હરાવ્યા છે. મેયર ચૂંટણીના અમુક કલાકો બાદ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીને લઈને એમસીડી હાઉસમાં ભાજપ અને આપ સભ્યો વચ્ચે મારપીટ અને ધક્કા-મુક્કીની ઘટના બની. માહિતી મુજબ ગૃહમાં કાઉન્સિલરો દ્વારા બોટલો પણ ફેંકવામાં આવી. દિલ્લીના મેયર શૈલી ઓબેરૉયનો આરોપ છે કે ભાજપના કાઉન્સિલરોએ સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન મારા પર હુમલો કરવાની કોશિશ કરી.

delhi

ઉલ્લેખનીય છે કે દિલ્લી નગર નિગમની ચૂંટણીના લગભગ દોઢ મહિના બાદ આજે મેયરની ચૂંટણી યોજાઈ હતી, જેમાં શેલી ઓબેરોયની જીત થઈ હતી. છેલ્લા 15 વર્ષથી દિલ્લી નગર નિગમ પર શાસન કરી રહેલ ભાજપને આમ આદમી પાર્ટી (AAP)ના શેલી ઓબેરોય દ્વારા સત્તા પરથી હટાવવામાં આવી છે. શેલી ઓબેરોયે તેમની હરીફ રેખા ગુપ્તાને 34 વોટથી હરાવ્યા. શૈલી ઓબેરોયને 150 વોટ મળ્યા જ્યારે બીજેપી ઉમેદવાર રેખા ગુપ્તાને 116 મત મળ્યા છે.

દિલ્લી મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે. દિલ્લીના મેયર પદ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયની જીત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી હતી. સીએમ કેજરીવાલે કહ્યુ કે ગુંડાઓ હારી ગયા, જનતા જીતી ગઈ. આજે દિલ્લીની જનતાની જીત થઈ છે અને દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુંડાગીરીનો પરાજય થયો છે. મેયર તરીકે શેલી ઓબેરોયની ચૂંટણી પર દિલ્લીની જનતાને અભિનંદન.

નોંધનીય છે કે ભાજપ નેતા રેખા ગુપ્તા દિલ્લીના શાલીમાર બાગ વોર્ડ 56ના કાઉન્સિલર છે. રેખા ગુપ્તા તેમના કોલેજકાળથી જ ભાજપ સાથે જોડાયેલા છે અને 1996 અને 1997 વચ્ચે દિલ્લી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU)ના જનરલ સેક્રેટરી પણ હતા. છેલ્લા 15 વર્ષથી દિલ્લી નગર નિગમ પર શાસન કરી રહેલ ભાજપને આમ આદમી પાર્ટી (AAP)ના શેલી ઓબેરૉય દ્વારા સત્તા પરથી હટાવવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X