• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષાની માર્કશીટ જાહેર, જાણો ટૉપર કનિષ્ક કટારિયાના માર્ક્સ

|

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. 5 એપ્રિલના રોજ સિવિલ સેવા પરક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ અને હવે તેની માર્ક્સશીટ પણ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે યુપીએસસીમાં રાજસ્થાનના કનિષ્ક કટારિયા ટૉપર રહ્યા છે. કનિષ્કે 1121 ગુણ મેળવ્યા. વળી, બીજા નંબરે આવનાર અક્ષત જૈને 1080 ગુણ મેળવ્યા. ત્રીજા સ્થાન પર રહેનાર જુનેદ ખાને 893 ગુણ લેખિત પરીક્ષામાં અને 184 ગુણ ઈન્ટરવ્યુમાં મેળવ્યા.

kanishka kataria

ટૉપર કનિષ્ક કટારિયાની માર્ક્સશીટ જોઈએ તો સિવિલ સેવા પરીક્ષામાં તેમણે કુલ 1121 ગુણ મેળવ્યા. આમાં મેઈન્સ એક્ઝામમાં 942 ગુણ, પર્સનાલિટી ટેસ્ટમાં તેમણે 179 ગુણ મેળવ્યા. વળી, અક્ષત જૈને લેખિત પરીક્ષામાં 882 ગુણ અને પર્સનાલિટી ટેસ્ટમાં 198 ગુણ મેળવ્યા છે. ત્રીજા સ્થાન પર રહેલા યુપીના જુનેદ અહેમદે લેખિત પરીક્ષામાં 893 અને ઈન્ટરવ્યુમાં 184 માર્ક્સ મેળવ્યા છે. વળી, ચોથો રેન્ક મેળવનાર શ્રેયાંશ કુમના કુલ 1071 માર્ક્સ હતા. લેખિત પરીક્ષામાં તેમના 887 માર્ક્સ હતા. વળી, ઈન્ટરવ્યુમાં 184 ગુણ હતા.

જો ગર્લ્સ ટૉપરની વાત કરીએ તો મહિલાઓમાં ટૉપર આવનારી ભોપાલની સૃષ્ટિ દેશમુખે કુલ 1068 ગુણ મેળવ્યા જેમાં લેખિત પરીક્ષામાં તેમણે 895 ગુણ અને પર્સનાલિટી ટેસ્ટમાં 173 ગુણ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે યુપીએસસીમાં કુલ 759 કેન્ડીડેટ્સે ક્વૉલિફાઈ કર્યુ હતુ જેમાંથી જનરલ કેટેગરીના 361, એસસીના 128સ એસટીના 61 અને ઓબીસીના 209 કેન્ડીડેટ્સે ક્વૉલિફાઈ કર્યુ હતુ.

આ પણ વાંચોઃ કોંગ્રેસથી મળેલી ઈજ્જત, પ્રેમ અને તાકાત પચાવી ના શક્યા અલ્પેશ ઠાકોર: હાર્દિક પટેલ

English summary
UPSC Civil Services Exam 2018: Marks released
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more