UPSC Prelims 2020: સુપ્રીમ કોર્ટે પરીક્ષા સ્થગિત કરતી અરજી ફગાવી
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે યુપીએસસી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરવાની માંગવાળી અરજી આજે ફગાવી દીધી છે. યુપીએસસી તરફથી આ પરીક્ષા 4 ઓક્ટોબર, 2020એ નિર્ધારિત છે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને કહ્યુ છે કે જે ઉમેદવારોનો આ છેલ્લો પ્રયત્ન છે તેમની સાથે છૂટછાટ પર વિચાર કરો. આ પહેલા સોમવારે યુપીએસસીએ અદાલતને કહ્યુ હતુ કે પરીક્ષા સ્થગિત કરવી અસંભવ છે કારણકે બધી લૉજિસ્ટિકની વ્યવસ્થા પહેલા કરવામાં આવી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે સંઘ લોક સેવા આયોગ તરફથી 4 ઓક્ટોબરે આયોજિત થવા જઈ રહેલ પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરતી અરજી ફગાવી દીધી છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ સાથે જ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે જે ઉમેદવારોનો આ અંતિમ પ્રયાસ છે તેમની છૂટ આપો. ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોવિડ-19 મહામારીા વધતા કેસોને લઈને આ પરીક્ષાને સ્થગિત કરવા અંગે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સોમવારે યુપીએસસીએ અદાલતને કહ્યુ હતુ કે પરીક્ષા સ્થગિત કરવી અસંભવ છે કારણકે બધા લૉજિસ્ટીકની વ્યવસ્થા પહેલેથી જ કરવામાં આવી ચૂકી છે. ત્યારે જસ્ટીસ એએમ ખાનવિલ્કરની અધ્યક્ષતાવાળી 3 જજોની ખંડપીઠે યુપીએસસીને કહ્યુ હતુ કે તે આ તથ્યને સોગંદનામામાં રાખે અને વ્યવસ્થાઓ સાથે રાખે.
હાથરસ ગેંગરેપઃ પીડિતાના પિતાએ પોલિસના દાવાને ફગાવ્યો