સરકાર બનાવવા માટે ભાજપ ગમે તેની પાસેથી સમર્થન લઇ શકે છે: RSS
નવી દિલ્હી, 20 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બહુમતીથી થોડી ઓછી સીટો પ્રાપ્ત કરનાર ભાજપ સરકાર બનાવવામાં લાગેલી છે. એનસીપીએ તેને બિનશરતી સમર્થન આપવાની જાહેર કરી તો ભાજપ પર કોંગ્રેસ અને શિવસેનાનો હુમલો શરૂ કરી દિધો છે. પરંતુ ભાજપ માટે રાહતની વાત એ છે કે આરએસએસે ગઠબંધન સાથી શોધવાના મુદ્દે તેને ખુલી છૂટ આપી છે.
આરએસએસના વરિષ્ઠ નેતા ભૈયા જોશીએ કહ્યું કે સરકાર બનાવવા માટે ભાજપ કોની સાથે ગઠબંધન કરે તે ભાજપને નક્કી કરવાનું છે, તેમાં આરએસએસ કોઇ દરમિયાનગિરી કરશે નહી.

એક પ્રશ્નના જવાબમાં ભૈયા જોશીએ કહ્યું ''એનસીપીએ સમર્થન આપવાની જાહેરાત કરી છે. સમર્થન લેવું કે નહી તેનો નિર્ણય ભાજપ કરશે. તેમાં આરએસએસની કોઇ ભૂમિકા હશે નહી.'' તમને જણાવી દઇએ કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 123 સીટો મળી છે જો કે મહારાષ્ટ્ર બહુમતીના જાદૂઇ આંકડા 145 થી 22 સીટો ઓછી છે.












Click it and Unblock the Notifications
