ઉર્મિલા માંતોડકરે CAAને ગણાવ્યો કાળો કાયદો, અંગ્રેજોના રૉલેટ એક્ટ સાથે કરી તુલના
નાગરિકતા સુધારા કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના વિરોધમાં માત્ર સામાન્ય જનતા જ નહિ પરંતુ ઘણી બોલિવુડ હસ્તીઓએ પણ પોતાની અસંમતિ દર્શાવી છે. ઘણી હસ્તીઓએ વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લીધો છે. હવે અભિનેત્રીમાંથી નેતા બનેલી ઉર્મિલા માતોંડકરે આ કાયદા વિશે પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. તેણે સીએએની તુલના અંગ્રેજોના સમયમાં આવેલા રૉલેટ એક્ટ સાથે કરી.
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પૂણેમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચેલી ઉર્મિલાએ કહ્યુ, '1919માં આવેલ રૉલેટ એક્ટ અને 2019માં આવેલા સીએએ બંનેને ઈતિહાસમાં કાળા કાયદા તરીકે યાદ રાખવામાં આવશે. સીએએ ગરીબોની વિરુદ્ધ છે. કહેવામાં આવી રહ્યુ છે કે એ મુજબ આ કાયદો મુસ્લિમ વિરોધી પણ છે. આપણે એવો કાયદો નથી ઈચ્છતા જે ધર્મના આધારે મારી ઓળખ અને નાગરિકતા જાણતો હોય. એ આપણા બંધારણમાં છે કે તમે ધર્મ, ભાષા, લિંગ કે ક્ષેત્રના આધારે ભેદભાવ નથી કરી શકતા.'
તેણે કહ્યુ કે મહાત્મા ગાંધી હિંદુત્વના સાચા અનુયાયી હતા અને જે વ્યક્તિ (નાથૂરામ ગોડસે)એ તેમને ગોળી મારી તે પણ હિંદુ હતો. આપણે સીએએનો સ્વીકાર નહિ કરીએ. અભિનેત્રીએ આગળ કહ્યુ, 'વર્ષ 1919માં બીજા વિશ્વયુદ્ધ ખતમ થયા બાદ અંગ્રેજોને ખબર હતી કે હિંદુસ્તાનમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે અને આ અસંતોષ બહાર આવવાનો છે એટલા માટે તે એક કાયદો લઈને આવ્યા હતા. એ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિને દેશ વિરોધી ગતિવિધિઓ કરવા પર કોઈ પૂછપરછ અને પુરાવા વિના જેલમાં નાખી દેવાની અનુમતિ સરકારને હતી.'
ઉલ્લેખનીય છે કે ઉર્મિલા ઉપરાંત ઘણી બોલિવુડ હસ્તીઓએ પણ સીએએ-એનઆરસીનો વિરોધ કર્યો છે. જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ, ઋચા ચઢ્ઢા, અલી ફઝલ, વિશાલ ભારદ્વાજ, ઝોયા અખ્તર, ફરહાન અખ્તર, અનુભવ સિન્હા, સ્વરા ભાસ્કર શામેલ છે. સીએએ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આવ્યુ હતુ. આ કાયદામાં ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના છ બિનમુસ્લિમ સમાજના લોકોને ઉત્પીડનના આધારે ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.
આ પણ વાંચોઃ શું તમે જાણો છો છોકરીઓ બ્રેકઅપ બાદ શું કરે છે?