ઉર્મિલા માંતોડકર કોંગ્રેસમાં શામેલ, રાહુલ ગાંધીએ કર્યુ સ્વાગત
ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર બુધવારે કોંગ્રેસમાં શામેલ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ તેમણે પાર્ટીમાં શામેલ થવાનું એલાન કર્યુ. રાહુલ ગાંધીએ ઉર્મિલાનું પાર્ટીમાં સ્વાગત કર્યુ છે. ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ ઉર્મિલાનું સક્રિય રાજકારણમાં પહેલુ પગલુ છે. એવી ચર્ચાઓ છે કે ઉર્મિલા માતોંડરને કોંગ્રેસ મુંબઈની કોઈ સીટથી લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે.

ટિકિટ માટે પાર્ટીમાં નથી આવીઃ ઉર્મિલા
કોંગ્રેસમાં શામેલ થયા બાદ ઉર્મિલાએ કહ્યુ કે હું ચૂંટણી લડવાકે ટિકિટ માટે પાર્ટીમાં નથી આવી. પાર્ટીની વિચારધારામાં મને વિશ્વાસ છે એટલા માટે મે પાર્ટી જોઈન કરવાનો નિર્ણય કર્યો છે. હું સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસમાં આવી છુ.

ઘણી હિટ ફિલ્મોમાં કર્યુ છે કામ
45 વર્ષની ઉર્મિલા માતોંડકરે બાળપણમાં જ અભિનય શરૂ કરી દીધો હતો. હિંદી સિનેમા ઉપરાંત મરાઠી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ઉર્મિલાએ અભિનેત્રી તરીકે 1995માં આવેલી રંગીલા થી ડેબ્યુ કર્યુ હતુ જેનાથી તેને ખૂબ નામના મળી હતી. ત્યારબાદ તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ. જેમાં પિંજર, ચમત્કાર, જુદાઈ, સત્યા, કૌન, ભૂત, મસ્ત, દિલ્લગી જેવી ફિલ્મો શામેલ છે.

થોડા સમયથી ફિલ્મોથી દૂર
છેલ્લા થોડા સમયથી ઉર્મિલા ફિલ્મોથી દૂર છે. 2016માં વેપારી મોહસિન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ તે સાર્વજનિક જીવનમાં વધુ સક્રિય નહોતી. હવે તેણે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ જેલમાંથી મુક્તિ બાદ બોલ્યા રાજપાલ યાદવ, અમુક લોકોએ વિશ્વાસઘાત કર્યો