સારુ છે વાદળ નથી, ડૉગીને મળી રહ્યા છે રડારના સિગ્નલ, પીએમ મોદી પર ઉર્મિલાએ કર્યો કટાક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યુમાં એર સ્ટ્રાઈક દરમિયાન વાદળ અને રડાર વિશે એક નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલીઓમાં પણ આ મુદ્દે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની પ્રતિક્રિયા બાદ હવે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે, લોકસભા 2019 ઈલેક્શનમાં નૉર્થ મુંબઈની કોંગ્રેસ ઉમેદવાર અને ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માંતોડકરે પીએમ મોદીના રડારવાળા નિવેદન પર કટાક્ષ કરીને એક ટ્વીટ કર્યુ છે.
આ પણ વાંચોઃ જ્યારે મોદી-મોદીના નારા લગાવતા લોકોને જોઈ ગાડીમાંથી ઉતરી ગયાં પ્રિયંકા ગાંધી
|
પીએમ મોદી પર ઉર્મિલાએ કર્યો કટાક્ષ
ઉર્મિલાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર પોતાના ડૉગી સાથે એક ફોટો શેર કર્યો છે. ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે વાદળો વિનાના આકાશ માટે ભગવાનની આભારી છુ, આનાથી મારા પાલતુ કૂતરા રોમિઓના કાન સુધી રડારના સ્પષ્ટ સિગ્નલ પહોંચી રહ્યા છે.
|
પાકિસ્તાની રડાર
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યુ કે બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન તેમણે સૂચન કર્યુ હતુ કે વાદળ અને વરસાદ ન હોવાના કારણે ભારતીય વાયુસેનાના વિમાન પાકિસ્તાન રડારમાં આવવાથી બચી શકે છે, પીએમ મોદીના આ નિવેદન માટે એક ચર્ચા છેડાઈ ગઈ છે.
|
26 ફેબ્રુઆરીના રોજ થઈ હતી એર સ્ટ્રાઈક
તમને જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેને સીમા પાર કરી અને પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદની આતંકી છાવણીઓ પર બોમ્બ ફેંક્યા હતા, આ ઑપરેશન પુલવામામાં સુરક્ષાબળો પર થયેલા હુમલામાં 40 જવાનોના શહીદ થયા બાદ કરવામાં આવ્યુ હતુ.
|
વિરોધી પક્ષોએ પીએમ મોદી પર કર્યો જબરદસ્ત કટાક્ષ
આ મુદ્દે ડાબેરી નેતા સીતારામ યેચુરીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડતી ન કરી શકાય. મોદીના આ રીતનું બિન જવાબદાર નિવેદન નુકશાનકારક છે. વળી, નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે પાકિસ્તાની રડાર વાદળોમાં નથી ઘૂસતા, આ સામરિક માહિતીનું એક મહત્વપૂર્ણ ટૂકડો છે જે ભવિષ્યના હવાઈ હુમલાની યોજના બનાવતી વખતે મહત્વપૂર્ણ હશે.