For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં બનશે દુનિયાનું સૌથી ફાસ્ટ એડવાન્સ ફાઇટર જેટ F-16

ભારતીય કંપની ટાટા અને અમેરિકન કંપની લોકહિટ માર્ટિને અમેરિકા સાઇન કરી ડીલ. ભારતમાં હવે બનશે દુનિયાના સૌથી એડવાન્સ ફાઇટર જેટ એફ-16

|
Google Oneindia Gujarati News

ફ્રાંસની રાજધાની પેરિસમાં ચાલી રહેલા એર શોમાં ભારત માટે એક તેવી ખબર આવી છે કે જે ભારતના દુશ્મનોના મોઢા ચઢાવી દેશે. અમેરિકી કંપની લોકહિડ માર્ટિનએ ટાટા કંપની સાથે કરાર કર્યા છે. અને આ કરારમાં પછી દુનિયાનું સૌથી એડવાન્સ ફાઇટર જેટ ભારતમાં જ તૈયાર થશે. તમને જણાવી દઇએ કે આ તે જ ફાઇટર જેટ છે જે અમેરિકા પહેલા પાકિસ્તાનને આપવા ઇચ્છતું હતું. અને આખરે તેણે પાકિસ્તાનને આપવાનું ફેરવી તોળ્યું.

fighter plane

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જૂને અમેરિકા જવા માટે રવાના થશે. તેમના અમેરિકા જવા પહેલા આ આવેલા આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુત્રોના જણાવ્યા મુજબ પેરિસ એર શોમાં ટાટા અને લોકહીડ માર્ટિન વચ્ચે આ જેટને લઇને ડીલ સાઇન થઇ છે. ઉલ્લેખનીય છે કે એફ 16 પ્લેન લોકહીડ માર્ટિન નામની કંપની તૈયાર કરે છે. અને તે ઇચ્છે છે કે ભારતમાં તે પોતાના નવા જેટ પ્લેનનું વર્ઝન તૈયાર કરે. લોકહીટ માર્ટિન પહેલાથી જ ઇન્ડિયન એરફોર્સ સાથે પોતાના જેટ પ્લેનનો પ્રયોગ કરવા ઇચ્છતી હતી. અને લાંબા સમયથી તે ભારતીય કંપની સાથે કામ કરવા ઇચ્છતી હતી.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તરફથી લોકહીટ માર્ટિનને એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. અને આ પત્રમાં પૂછવામાં આવ્યું હતું કે શું કંપની ઇન્ડિયન એરફોર્સ માટે હાઇ પર્ફોમિંગ, સિંગલ એન્જિન, મલ્ટી રોલ ફાઇટર જેટ તૈયાર કરી શકે છે? વર્ષ 2016માં લોકહીડ માર્ટીને ભારત સરકારને આ પ્રપોઝલ મોકલ્યું હતું. જે મુજબ એફ-16 ઇન્ડિયન એરફોર્સ માટે સૌથી શ્રેષ્ઠ ફાઇટર જેટ થઇ શકે છે. આ સમયે જ્યાં ભારત અને ફ્રાંસની વચ્ચે રાફેલ ડીલ ફાઇનલ થવાની તૈયારમાં હતી ત્યારે અમેરિકા અને પાકને આફ એફ-16 પ્લેન આપશે તે મામલે ચર્ચા અને વિવાદ શરૂ થઇ ગયા હતા. સિનીયર ઓફિસર્સ પણ માને છે કે એફ-16નું પ્રોડક્શન ભારતમાં જ થશે તો બન્ને દેશો વચ્ચેના સંબંધો પણ સારા થશે. અને તે પછી ભારત એફ-16ના સપ્લાય માટે સૌથી મોટું બેઝ બની શકશે.

English summary
Before Prime Minister Narendra Modis visit to US on June 25, Lockheed Martin ties up with TATA to produce F16 fighter planes in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X