• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જય હિંદની સાથે ઓબામાએ પૂર્ણ કર્યું સીરીફોર્ટમાં પોતાનું ભાષણ

|

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબાનો આજે ભારત પ્રવાસનો છેલ્લો દિવસ છે ઓબામાએ રાજધાની સીરી સ્થિત ફોર્ટ ઓડિટોરિયમમાં લગભગ 2000 યુવાનોને પણ સંબોધિત કર્યા. ઓબામાએ પોતાના પ્રભાવશાળી ભાષણથી દરેક યુવાનોનું દિલ જીતી લીધું. ઓબામાની સાથે ફર્સ્ટ લેડી મિશેલ પણ હાજર હતા. ઓબામાએ પોતાના ભાષણ થકી દુનિયાને જણાવી દીધું કે અમેરિકા અને ભારતનું શું મહત્વ છે.

ઓબામાના ભાષણના મહત્વપૂર્ણ અંશો આ મૂજબ છે...

નમસ્તે સાથે ભાષણની શરૂઆત
 • ઓબામાએ નમસ્તેની સાથે ઓડીટોરિયમમાં બેસેલા તમામનું અભિવાદન કર્યું.
 • યુવાનો આ દેશની ઉર્જા અને વિચારધારાનું નેતૃત્વ કરે છે.
 • મને એ જોઇને ખૂબ જ ગર્વ થાય છે.
 • હું અમેરિકા તરફથી આપનું અભિવાદન કરું છું.
 • હું અને મિશેલ આપનું ધન્યવાદ કરીએ છીએ.
 • આ મારા માટે ગર્વની વાત છે કે હું ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લઇ શક્યો.
 • આ પરેડમાં મને આ દેશની સંસ્કૃતિને જોવા અને જાણવાની તક મળી.
 • ભારત અને અમેરિકાની વચ્ચે ભાગીદારી દુનિયામાં ખૂબ જ મહત્વ ધરાવે છે.
 • હું એ વાતને લઇને પ્રતિબદ્ધ છું કે બંને દેશોની વચ્ચે મિત્રતાનો એક નવો ઇતિહાસ લખાય.
 • પહેલીવાર અમે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવી હતી.
 • સેન્યોરિટા બડે-બડે દેશોમેં.. આપને ખબર જ છે હું શું કહેવા માંગુ છું.

મહાત્મા ગાંધી અને વિવેકાનંદનો ઉલ્લેખ
 • અમેરિકા માટે માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર તો ભારત માટે મહાત્મા ગાંધીનું મહત્વ છે.
 • જ્યારે કિંગ જૂનિયર અત્રે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું ગાંધીની જમીન પર આવ્યો છું.
 • સ્વામી વિવેકાનંદ અમેરિકા આવ્યા તો હિન્દુત્વ અને યોગાને અમેરિકા લઇને આવ્યા.
 • તેઓ મારા ગૃહ નગર શિકાગો આવ્યા હતા.
 • સ્વામી વિવેકાનંદે સિસ્ટર્સ એંડ બ્રદર્સ ઓફ અમેરિકા કહ્યું હતું.
 • હું આજે સિસ્ટર્સ એન્ડ બ્રદર્સ ઓફ ઇન્ડિયા કહીને બોલાવું છું.
 • ફેસબુક અને વોટ્સએપ જેવી ટેકનોલોજી દ્વારા બંને દેશો એકબીજા સાથે જોડાયેલા છે.
 • અમેરિકામાં ત્રણ મિલિયન ભારતીયો છે.
 • અમેરિકામાં સૌથી વધારે ભારતીયો અત્રેની સંસ્કૃતિનું નેતૃત્વ કરે છે.
 • મે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બંને દેશોની વચ્ચે એક નવા સંબંધનો પાયો નાખ્યો છે.
 • દુનિયા વધું સુરક્ષિત બનશે જો ભારત અને અમેરિકા સાથે મળીને કામ કરશે.
 • ભારત અને અમેરિકા એ દેશો છે જેઓ ચંદ્ર અને મંગળ પર પહોંચ્યા છે.

અમેરિકા માટે ભારતનું મહત્વ
 • અમેરિકા ભારતનું ભાગીદાર બનવા માગે છે
 • ભારત એક એવો દેશ છે જેણે લોકોની ખુબીઓને સંભાળીને રાખી છે.
 • અમેરિકા ભારતને એશિયા પેસેફિક ક્ષેત્રમાં એક મોટા રોલમાં જોવા માંગે છે.
 • બંને દેશોનો લક્ષ્ય એક એવી દુનિયાની સ્થાપના કરવાનો છે જે ન્યૂક્લિયર વેપેન્સ વગર થાય.
 • અમેરિકા યૂનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતને સ્થાયી સભ્ય તરીકે જોવા માગે છે.
 • અમે સ્વચ્છ ઊર્જા માટે કરવામાં આવી રહેલા ભારતના પ્રયાસોની સરાહના કરીએ છીએ.
 • અમેરિકા આતંકવાદને કોઇપણ રીતે સાખી નહીં લે.
 • હું ભારતમાં સ્માર્ટ સિટી બનાવવામાં મદદ કરીશ.
 • ભારત પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને લઇને પ્રતિબદ્ધ છે અને અમેરિકા તેમાં દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે.

એક જેવી પરંપરાવાળા દેશ
 • મારા દાદાજી બ્રિટિશ આર્મીમાં કુક હતા
 • અમારા જેવા ઘણા લોકોને આજે પણ વોટ કરવાનો અધિકાર નથી મળ્યો.
 • અમે એક એવા દેશમાં રહીએ છીએ જ્યાં એક કુકનો પૌત્ર રાષ્ટ્રપતિ બની
 • શકે છે, જ્યારે ભારતમાં એક ચ્હાવાળાનો પુત્ર વડાપ્રધાન બની શકે છે.
 • બંને દેશોની પ્રગતિ એ વાત પર નિર્ભર કરે છે કે બંને દેશ એકબીજાને કેવી
 • રીતે જુવે છે.
 • જે શાંતિની તલાશ અમે કરી રહ્યા છીએ તે આપણા જ દિલમાં છૂપાયેલી છે.
 • ભારત ત્યાં સુધી સફળ થતું રહશે જ્યાં સુધી અહીં લોકોને ધરમના નામે વહેંચવામાં નહીં આવે.
 • ભારત અને અમેરિકા બંનેની સંસ્કૃતિઓમાં રહેલી વિભિન્નતા જ આપણી શક્તિ છે.
 • આપણે તે શક્તિઓથી દેશને બચાવવું પડશે જે તેને તોડવામાં લાગેલી છે.

ભારતમાં મહિલા શક્તિનું સન્માન

 • અમેરિકામાં અમે મહિલા સશક્તિકરણ માટે સતત કામ કરી રહ્યા છીએ.
 • ભારતમાં પણ પત્નીઓ અને માતાઓ માટે વધારેમાં વધારે અવસર પેદા કરવાની કોશીશ કરવામાં આવી રહી છે, જે પરિવારોને જોડે છે.
 • તે દેશો ખૂબ જ સમૃદ્ધશાળી હોય છે જ્યાં મહિલાઓને તકો મળે છે.
 • ભારતમાં મહિલાઓને હવે વધારેમાં વધારે અવસર આપવામાં આવી રહ્યા છે.
 • અત્રે સેનાઓમાં, સરકારી અને પ્રાઇવેટ નોકરીઓમાં મહિલાઓને તક મળી રહી છે.
 • મને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું તો તેનું નેતૃત્વ મહિલા કરી રહી હતી.
 • ગણતંત્ર દિવસની પરેડમાં પણ મેં ભારતની નારી શક્તિને જોઇ. જે સરાહનીય છે.

ભારતમાં કૌશલ્યની કમી નથી

 • ભારત હંમેશા મિલ્ખા સિંહ, મેરીકોમ અને કૈલાશ સત્યાર્થી જેવા લોકો પર ગર્વ કરે છે.
 • ભારતની યુવાશક્તિ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે.
 • ભારત આવી જ યુવા શક્તિના દમ પર આગળ વધતું રહેશે.
 • હું ભારતની બે વખત યાત્રા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ છું. પરંતુ અંતિમ નથી.
 • મને આશા છે કે હજી ઘણા અમેરિકન રાષ્ટ્રપતિ આ દેશની યાત્રા પર આવશે અને આવતા રહેશે.
 • મને ભારતના લોકો અને અત્રેના યુવાનો પર સંપૂર્ણ વિશ્વાસ છે.

જુઓ વીડિયોમાં...

    English summary
    US President Barack Obama address at Siri Fort Auditorium. First last Michelle Obama also attended the event.
    ઝડપી સમાચાર અપડેટ
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more