For Daily Alerts
આજથી ચાર દિવસની ભારત યાત્રાએ USના ઉપરાષ્ટ્રપતિ જો બિડેન
નવી દિલ્હી, 22 જુલાઇ : અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જો બિડન આજે સોમવારથી ભારતની ચાર દિવસની યાત્રા માટે રવાના થઇ ગયા છે. તેઓ આજે સાંજે પોતાની પત્ની જિલની સાથે નવી દિલ્હી પહોંચશે.
નવી દિલ્હી પહોંચ્યા બાદ તેઓ સૌ પ્રથમ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સમર્પિત સંગ્રહાલય ગાંધી સ્મૃતિની મુલાકાત લેશે.
જો બિડનના કાર્યક્રમ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ નવી દિલ્હીમાં દેશના અગ્રણી નેતાઓને મળશે. ત્યાર બાદ મુંબઇમાં ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ એશિયા પ્રશાંત વિસ્તારની પોતાની એક સપ્તાહ લાંબી યાત્રાના અંતિમ પડાવ એટલે કે સિંગાપોર માટે રવાના થશે. મુંબઇમાં તેઓ અમેરિકા અને ભારતના સંબંધો પર વ્યાખ્યાન આપશે. તેમની ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ સાથેની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.