ઉત્તરપ્રદેશ વિધાનસભા 2022ની ચૂંટણી : પવાર અને અખિલેશ મળીને લડશે
Uttar Pradesh Assembly 2022 elections : શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી (SP) એ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણીમાં એક સાથે લડવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2017થી સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવવાના લક્ષ્ય સાથે આ ગઠબંધન કરવામાં આવ્યું છે.
સહયોગી પક્ષના નિર્ણય અંગે ચર્ચા કરવા પવાર અને અખિલેશે ફોન પર વાત કરી હતી. જો કે, બેઠક વહેંચણી અંગે હજૂ સુધી કોઇ વાતચીત થઈ નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સંયુક્ત મોરચો ઉભો કરવાના ઉદ્દેશ્યથી પવાર અન્ય સમલક્ષી પક્ષ સાથે પણ વાતચીત કરી રહ્યા છે.
ગયા અઠવાડિયે સમાજવાદી પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ એક લોક વિરોધી પાર્ટી છે, જે સરકારને નફરતથી ચલાવી રહી છે. આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં લોકશાહી બચાવવા માટેની અંતિમ તક હશે.

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશની 350 બેઠકો પર જીત હાંસલ કરવા માટે અમે રાત-દિવસ મહેનત કરશું. હાલ સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ભાજપના કાવતરાઓથી સાવધાન રહેવાની જરૂર છે.