ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે ચોથા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કે 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 59 બેઠકો માટે વિવિધ પક્ષોના કુલ 624 ઉમેદવારો ચૂંટણીમાં ઉતર્યા છે. જેમાં 91 મહિલા ઉમેદવારો છે. પિલિભીત, લખીમપુર-ખેરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લાની 59 બેઠકોનું ભાવિ મતદારો નક્કી કરશે. ઉન્નાવ મતવિસ્તારમાં દુષ્કર્મ પીડિતાની માતા આશા સિંહ કોંગ્રેસ તરફથી લડી રહી છે. 10 માર્ચે પરિણામ જાહેર થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાના ચોથા તબક્કાના મતદાનને પળેપળની ખબર મેળવવા માટે વનઇન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
Newest FirstOldest First
6:05 PM, 23 Feb
સાંજે 5 વાગ્યા સુધી ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 58.40 ટકા, બાંદામાં 57.54 ટકા અને ફતેહપુરમાં 57.02 ટકા મતદાન થયું હતું.
6:05 PM, 23 Feb
સાંજે 5 વાગ્યા સુધી હરદોઈમાં 55.29 ટકા, ઉન્નાવમાં 54.05 ટકા અને લખનૌમાં 55.08 ટકા મતદાન થયું હતું.
6:05 PM, 23 Feb
સાંજે 5 વાગ્યા સુધી પીલીભીતમાં 61.33 ટકા, ખેરીમાં 62.42 ટકા અને સીતાપુરમાં 58.39 ટકા મતદાન થયું હતું.
5:59 PM, 23 Feb
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી તમામ 59 બેઠકો પર 57.45 ટકા મતદાન
5:51 PM, 23 Feb
લખીમપુરની ગોલા ગોકરનાથ વિધાનસભામાં બીજેપી નેતા પર પોલિંગ બૂથ નંબર 55 પર બૂથની અંદર જવાનો આરોપ, સમાજવાદી પાર્ટીએ વીડિયો ટ્વિટ કર્યો
યુપીમાં ચોથા તબક્કા અંતર્ગત 59 વિધાનસભા સીટો પર મતદાન ચાલુ, મતદાનમાં હવે માત્ર એક કલાક બાકી, સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન
4:59 PM, 23 Feb
मतदान केंद्रों पर कोविड सुरक्षित चुनाव के लिए सभी प्रोटोकॉल का पूरी तरह से ध्यान रखा जा रहा है। देखिये, उत्तर प्रदेश के जनपद सीतापुर का यह वीडियो, जहाँ मतदाता उचित दूरी बनाये रखते हुये मतदान कर रहे हैं।
બપોરે 3 વાગ્યા સુધી રાયબરેલીમાં 50.84 ટકા, બાંદામાં 50.08 ટકા અને ફતેહપુરમાં 52.60 ટકા મતદાન થયું હતું.
4:05 PM, 23 Feb
યુપીમાં ચોથા તબક્કાનું મતદાન બપોરના 3 વાગ્યા સુધી ચાલશે, હરદોઈમાં 46.29 ટકા, ઉન્નાવમાં 47.29 ટકા અને લખનૌમાં 47.62 ટકા મતદાન થયું છે.
4:05 PM, 23 Feb
બપોરે 3 વાગ્યા સુધી યુપીના પીલીભીતમાં 54.83 ટકા, ખેરીમાં 52.92 ટકા અને સીતાપુરમાં 50.33 ટકા મતદાન થયું હતું.
4:01 PM, 23 Feb
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કા હેઠળ 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલુ, બપોરે 3 વાગ્યા સુધી 49.89 ટકા મતદાન
4:01 PM, 23 Feb
ઉન્નાવ જિલ્લાના સફીપુરમાં પોલિંગ બૂથ નંબર 124 પર EVMમાં ખામી હોવાની માહિતી મળતાં સેક્ટર મેજિસ્ટ્રેટ સ્થળ પર પહોંચ્યા અને EVM બદલાવ્યું
4:01 PM, 23 Feb
લખીમપુર ખેરીમાં ચૂંટણી પંચે EVM પર ફેવીક્વિક લગાવવા બદલ બે લોકો સામે કેસ દાખલ કર્યો હતો.
3:38 PM, 23 Feb
ઉત્તર પ્રદેશમાં 59 બેઠકો પર ચોથા તબક્કાના મતદાનને લગભગ અઢી કલાક બાકી છે ત્યારે 10 માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.
3:38 PM, 23 Feb
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કા હેઠળ 9 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલુ, સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે
3:15 PM, 23 Feb
લખનૌમાં, સમાજવાદી પાર્ટીએ ભાજપના ધારાસભ્યના પુત્ર વિકાસ કિશોર પર વોટ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
READ MORE
8:09 PM, 22 Feb
ઉત્તર પ્રદેશ
ચોથા તબક્કામાં ચાર મંત્રીઓના ભાવિનો નિર્ણય થશે. ભાજપની અદિતિ સિંહ રાયબરેલી સદરમાં ચૂંટણી લડી રહી છે, જ્યારે આરપી યાદવ સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
8:09 PM, 22 Feb
ઉત્તર પ્રદેશ
ઉન્નાવ મતવિસ્તારમાં બળાત્કાર પીડિતાની માતા આશા સિંહ કોંગ્રેસ તરફથી લડી રહી છે. એ જ રીતે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ બિશ્વંબર પ્રસાદ નિષાદ આયાસાહ મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે.
7:10 AM, 23 Feb
ચોથા તબક્કા અંતર્ગત ઉત્તર પ્રદેશ વિધાનસભાની 59 સીટ પર મતદાન શરૂ થયું
7:29 AM, 23 Feb
चतुर्थ चरण के मतदान के दौरान किसी भी तरह की समस्या/अनियमितता आने पर समाजवादी कार्यकर्ता/नेता इन नंबरों पर संपर्क कर सूचित करें। pic.twitter.com/T6pVIwXSws
સમાજવાદી પાર્ટીએ કહ્યું કે ચોથા તબક્કાના મતદાન દરમિયાન ગડબડ જણાય તો સીધા આ નંબર પર ફોન કરો- ने 7311155740, 7311155741, 7311155742, 7311155743, 7311155744, 7311155747, 9151030168, 6391008491, 6391008492, 6391008494
उत्तर प्रदेश में आज चौथे चरण का मतदान है, मैं सभी मतदाताओं से इसमें बढ़चढ़ कर भाग लेने की अपील करता हूँ।
आपका एक वोट प्रदेश के करोड़ों गरीबों के सम्मान व अधिकार की रक्षा करने के साथ-साथ प्रदेश को भय, भ्रष्टाचार और माफियाओं के आतंक से मुक्त बनाए रखने में अहम योगदान देगा।
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં આજે ચોથા તબક્કાનું મતદાન છે, હું બધા મતદારોને મતદાનમાં ઉત્સાહ સાથે ભાગ લેવાની અપીલ કરી રહ્યો છું.
7:57 AM, 23 Feb
પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનઉ, રાયબરેલી, બાંદા અને ફતેહપુર જિલ્લાની 59 વિધાનસભા સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે.
7:58 AM, 23 Feb
કાનૂન મંત્રી અને ભાજપના નેતા બ્રિજેશ પાઠક લખનઉ છાવણી સીટથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટથી તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સુરેન્દ્ર સિંહ ગાંધી સાથે છે. જણાવી દઈએ કે પાઠકે વર્ષ 2017ની ચૂંટણીમાં લખનઉ સેન્ટ્રલ સીટથી જીત હાંસલ કરી વિધાનસભા માટે ચૂંટાયા હતા.
8:12 AM, 23 Feb
बहुजन समाज पार्टी पूर्ण बहुमत की ओर अग्रसर है, अबकी बार भी 2007 की तरह पूर्ण बहुमत की सरकार बनना निश्चित हो चुका है: सतीश चंद्र मिश्रा, बहुजन समाज पार्टी #UttarPradeshElection2022pic.twitter.com/8s8aSrnYG0
બહુજન સમાજ પાર્ટી પૂર્ણ બહુમતી તરફ આગળ વધી રહી છેઃ સતીશ ચંદ્ર મિશ્રા, બહુજન સમાજ પાર્ટી
8:13 AM, 23 Feb
Muslims are not happy with Samajwadi Party. They will not vote for them. People of UP have rejected SP even before voting as voting for SP means Gunda raj, Mafia raj. Riots happened in SP govt. The face of SP leaders tell that they are not coming in power: BSP chief Mayawati pic.twitter.com/bXy1JY5zt8
પોતાનો મત આપ્યા બાદ સપા પર પ્રહાર કરતા બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે સપા શાસનનો અર્થ માફિયા રાજ-ગુંડા રાજ છે. માયાવતીએ કહ્યું કે સપા ચીફનો ચહેરો ઉતરેલો છે, બસપાને વર્ષ 2007ની જેમ પૂર્ણ બહુમતી મળશે.
8:14 AM, 23 Feb
લઘુમતી કલ્યાણ મુસ્લિમ વક્ફ અને હજ, ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન મોહસીન રઝાએ તેમના પરિવાર સાથે પોતાનો મત આપ્યો.
8:24 AM, 23 Feb
उत्तर प्रदेश: आज राज्य में विधानसभा चुनाव के चौथे चरण के लिए मतदान हो रहा है। उन्नाव में लोग वोट डालने के लिए मतदान केंद्र पहुंच रहे हैं। तस्वीरें पोलिंग बूथ संख्या 292 और 293 की हैं। #UttarPradeshElections2022pic.twitter.com/o8frYAGwdP
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે ઉન્નાવમાં ગદન ખેડા પ્રાથમિક શાળામાં મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યો.
8:54 AM, 23 Feb
બીજેપી સાંસદ સાક્ષી મહારાજે વોટ આપ્યા બાદ કહ્યું- ભારતીય જનતા પાર્ટી ઉન્નાવ જિલ્લાની તમામ 6 વિધાનસભા સીટો બહુમતી સાથે જીતશે.
9:06 AM, 23 Feb
ચૂંટણી દરમિયાન મેં કરેલા પ્રચારના આધારે હું કહી શકું છું કે સીએમ યોગી 2017નો પોતાનો જ રેકોર્ડ તોડીને ફરી સરકાર બનાવશે- સાક્ષી મહારાજ
9:07 AM, 23 Feb
બીજેપી સાંસદ સાક્ષી મહારાજે વોટ આપ્યા બાદ કર્યો દાવો - મને લાગે છે કે ભાજપની સીટોની સંખ્યા 350 સુધી જઈ શકે છે.
9:07 AM, 23 Feb
વિપક્ષો જાણીજોઈને ચૂંટણીની વચ્ચે હિજાબનો મુદ્દો લાવ્યા છે પરંતુ મારુ માનવુ છે કે આખા દેશમાં હિજાબ પર પ્રતિબંધ માટે કાયદો બનાવવો જોઈએ - સાક્ષી મહારાજ
9:19 AM, 23 Feb
ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી મોહસિન રજાએ કહ્યું- આજે યુપી ગુના અને આતંકવાદ મુક્ત છે, દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવે છે અને લોકોને રોજગારી મળી રહી છે.
9:20 AM, 23 Feb
અમે યુપીની અર્થવ્યવસ્થાને નંબર 2 બનાવી છે અને નંબર 1 પણ બનાવીશુ. આજે લોકો તેના માટે વોટ આપી રહ્યા છે, અમે બહુમતીની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ - મોહસીન રઝા
9:20 AM, 23 Feb
ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કા હેઠળ 59 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
9:27 AM, 23 Feb
ઉન્નાવના બાંગરમાઉમાં ઘણા મતદાન મથકો પર EVMમાં ખામી, મતદાનમાં વિલંબ થઈ રહ્યો છે.
9:38 AM, 23 Feb
લખનૌની ગિરધારી સિંઘ ઈન્ટર કોલેજમાં બનેલા મતદાન મથકમાં મતદારોએ ખામીઓનો આક્ષેપ કર્યો. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરી.
9:39 AM, 23 Feb
યુપીમાં ચોથા તબક્કાના મતદાનની વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.
9:39 AM, 23 Feb
જેટલુ વધુ મતદાન થશે તેટલી લોકશાહી વધુ શક્તિશાળી થશે... ચોથા તબક્કામાં ઐતિહાસિક મતદાન કરો... નાગરિકોના આ અધિકારનુ સન્માન કરો- અખિલેશ યાદવ
9:40 AM, 23 Feb
વોટ કરવાની અપીલ કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું - તમને મુદ્દાઓથી હટાવવાના લાખ પ્રયાસો થશે પરંતુ જો તમારો મત રોજગાર, આજીવિકા, સારા શિક્ષણ અને આરોગ્ય, મહિલા સશક્તિકરણના મુદ્દા પર છે તો જ દેશનુ ભલુ થશે. ત્ત્યારે જ ઉત્તર પ્રદેશનુ ભલુ શક્ય છે.