For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Uttar Pradesh Assembly Election Result: ગોરખપુરમાં ભાજપના કાર્યકરોએ જશ્ન શરૂ કર્યું

Uttar Pradesh Assembly Election Result: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ

|
Google Oneindia Gujarati News
uttar pradesh

ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થયા બાદ આજે ઉત્તર પ્રદેશની તમામ 403 સીટ માટે મતગણતરી થઈ રહી છે. સવારના 8 વાગ્યેથી ઉત્તર પ્રદેશ વિધાનસભાની તમામ સીટ માટે મતગણતરી શરૂ થશે. 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધીમાં સાત તબક્કામાં યુપીમાં મતદાન થયું હતું. બપોર સુધીમાં ઉત્તર પ્રદેશની તસવીર સ્પષ્ટ થઈ જશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના લાઈવ પરિણામ મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.

- ઉત્તર પ્રદેશની 403 સીટ માટે આજે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે.

- મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપ+ગઠબંધન 8 સીટ પર આગળ, એસપી+ગઠબંધન 2 સીટ પર આગળ.

- શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપ 32 સીટ પર આગળ, સમાજવાદી પાર્ટી 18 સીટ પર આગળ. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 322 સીટ જ્યારે સમાજવાદી પાર્ટી 52 સીટ જીતી હતી.

- શરૂઆતી ટ્રેન્ડ્સમાં કરહાલથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આગળ, બહરાઈચથી ભાજપના અનુપમા જયસ્વાલ પાછળ, વારાણસી દક્ષિણથી ભાજપના નીલકંઠ તિવારી પાછળ, અમેઠીથી સપા ઉમેદવાર મહારાજી દેવી આગળ, સરધાનાથી ભાજપના ઉમેદવાર સંગીત સોમ આગળ, મેરઠ કેન્ટથી ભાજપના અમિત અગ્રવાલ આગળ, નોઈડાથી ભાજપના પંકજ સિંહ આગળ.

- મતગણતરી વચ્ચે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે, 'કસોટી હજુ બાકી છે, હવે સમય આવી ગયો છે કે 'નિર્ણયો' માટે સતર્ક અને સભાનપણે ગણતરી કેન્દ્રો પર સક્રિય રહેવા માટે સપા-ગઠબંધનના દરેક કાર્યકર્તા, સમર્થક, નેતાગણ, પદાધિકારી અને શુભચિંતકોનો હ્રદયથી આભાર! 'લોકતંત્રના સિપાહી' જીતનું પ્રમાણપત્ર લઈને ફરશે.

- સ્વાર સીટથી સપાના અબ્દુલ્લા આઝમ આગળ, જસવંતનગરથી પ્રસપા અધ્યક્ષ શિવપાલ યાદવ આગળ, શામલીની કૈરાના સીટથી નાહિદ હસન આગળ, બલિયા સદરથી ભાજપના દયાશંકર સિંહ આગળ, પ્રતાપગઢની કુંડા સીટથી રાજા ભૈયા પાછળ, જેવર સીટથી આરએલડીના અવતાર સિંહ ભડાના આગળ, કાઝિલનગર સીટથી સપાના સ્વામી પ્રસાદ મૌર્ આગળ.

- ગોરખપુર સદરથી સીએમ યોગી આગળ ચાલી રહ્યા છે, તમ્કુહીરાજથી કોંગ્રેસથી અજય લલ્લૂ પાછળ, ઔરાઈથી ભાજપના દીનાનાથ ભાષ્કર આગળ, પ્રયાગરાજ પશ્ચિમીથી ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થનાથ સિંહ આગળ, પ્રયાગરાજ દક્ષિણીથી ભાજપના નંદ ગોપાલ નંદી આગળ, બબેરુથી ભાજપના અજય પટેલ 300 વોટથી આગળ, લલિતપુર સદરથી ભાજપના રામ રતન કુશવાહા આગળ, દેવરિયા સદરથી શલભ મણિ ત્રિપાઠી આગળ, અમેઠી સીટથી ભાજપના ઉમેદવાર ડૉ સંજય સિંહ આગળ, ગૌરીગંજ ભાજપ ઉમેદવાર ચંદ્ર પ્રકાશ મટિયારીથી આગળ, ફાજિલનગર સીટથી સપાના ઉમેદવાર સ્વામી પ્રસાદ મૌર્ય પાછળ, કૌરાનાથી સપાના નાહિદ હસન આગળ

- રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયા કુંડા સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. તેઓ 1993થી કુંડા સીટ પરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ફરી એકવખત જનતા દળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમના પૂર્વ સાથીદાર ગુલશન યાદવ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે.

- શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપને બહુમતી મળી ગઈ છે. અત્યાર સુધીમાં 289 સીટના ટ્રેન્ડ્સ આવ્યા છે, જેમાં ભાજપ 202 સીટ પર આગળ છે અને સપા 77 સીટ પર આગળ છે. બીએસપી 4 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ છે.

- લખનઉની 9 સીટમાંથી 6 સીટ પર ભાજપ આગળ. લખનઉ કેન્ટથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ પાઠક 1343 વોટથી આગળ, લખનઉ મધ્યથી ભાજપના ઉમેદવાર રજનીશ ગુપ્તા 2094 વોટથી આગળ, લખનઉ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર અંજની શ્રીવાસ્તવ 875 વોટથી આગળ, BKTથી ભાજપના ઉમેદવાર યોગેશ શુક્લા 709 વોટથી આગળ, લખનઉ પૂર્વીથી ભાજપના ઉમેદવાર આશુતોષ ટંડન 2058 વોટથી આગળ, મલિહાબાદથી ભાજપના ઉમેદવાર જય દેવી 1295 વોટથી આગળ, મોહનલાલ ગંજથી સપા ઉમેદવાર સુશીલા સરોજ 671 વોટથી આગળ, લખનઉ ઉત્તરીથી સપા ઉમેદવાર પૂજા શુક્લા 2205 વોટથી આગળ, સરોજિની નગરથી સપા ઉમેદવાર અભિષેક મિશ્રા 1106 વોટથી આગળ ચાલી રહ્યા છે.

- બસપાના ઉમાશંકર સિંહ બલિયાના રસરાથી આગળ છે, બીજેપીના દયાશંકર સિંહ બલિયા નગરથી આગળ છે, સપાના સંગ્રામ સિંહ યાદવ ફેફનાથી આગળ છે. બીજી તરફ બૈરિયા વિધાનસભાથી સપાના જયપ્રકાશ સર્કલ અને બેલથરા રોડથી બીજેપીના છટુ રામ આગળ ચાલી રહ્યા છે. સપાના જિયાઉદ્દીન રિઝવી સિકંદરપુરથી આગળ ચાલી રહ્યા છે. બાંસડીહથી ભાજપનાં કેતકી સિંહ આગળ ચાલી રહ્યા છે.

- શરૂઆતી ટ્રેન્ડ્સમાં ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનતી જણાઈ રહી છે, પરંતુ હજી પણ સમાજવાદી પાર્ટીએ હાર નથી માની. સપાએ ટ્વીટ કરી કહ્યું, તમામ સમાજવાદીઓ અને સહયોગી દળોના કાર્યકર્તાઓને અપીલ છે કે ટીવી પર જોવા મળી રહેલા ટ્રેન્ડ્સ પર ધ્યાન ના આપી પોતપોતાના બૂથ પર ઉભા રહો અને છેલ્લે લોકતંત્ર જીતશે અને પરિણામ સપા ગઠબંધનના પક્ષમાં જ હશે.

- શરૂઆતી ટ્રેન્ડ્સમાં ભાજપની સરકાર બનતી જોઈ ગોરખપુરમાં જશ્ન શરૂ થઈ ગયું છે. ગોરખપુર મંદિરમાં કાર્યકર્તાઓ ડાંસ કરી રહ્યા છે.

- સહારનપુરની બેહટ વિધાનસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમર અલી ભાજપના નરેશ સૈનીથી 39353 વોટથી આગળ છે, સહારનપુરની નકુડ વિધાનસભા સીટ પર ધર્મેન્દ્ર સિંહ સૈનિ ભાજપના મુકેશ ચૌધરીથી 22846 વોટ આગળ છે, સહારનપુરની નગર વિધાનસભા સીટથી સમાજવાદી પાર્ટીના સંજય ગર્ગ ભાજપના રાજીવ ગુંબરથી 40424 વોટથી આગળ છે, સહારનપુર દેહાતથી સમાજવાદી પાર્ટીના આશુ મલિક ભાજપના જગપાલ સિંહથી 13096 વોટથી આગળ છે, સહારનપુર દેવબંદ વિધાનસભા સીટથી ભાજપના બ્રિજશ સિંહ બસપાના રાજેન્દ્ર ચૌધરીથી 11037 વોટથી આગળ છે, સહારનપુર રામપુર મનિહારાન સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર બસપાના રવિન્દ્ર મોલ્હુથી 11037 વોટથી આગળ છે, સહારનપુર ગંગોહ વિધાનસભાથી સમાજવાદી પાર્ટીના ઈન્દ્રસેન ભાજપના કીરત સિંહથી 2988 વોટથી આગળ છે.

- કૌશામ્બીની સિરાથુ સીટ પર ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય આગળ છે. ચૌદમા રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના કેશવ પ્રસાદ મૌર્ય 1010 મતોથી આગળ હતા. સપાના ઉમેદવાર પલ્લવી પટેલને 45862 વોટ મળ્યા જ્યારે બીજેપીના કેશવ પ્રસાદ મૌર્યને 46872 વોટ મળ્યા.

English summary
Uttar Pradesh Assembly Election Result latest and breaking news in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X