For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનપુરથી વધુ એક આતંકવાદીની ધરપકડ, હિઝબુલ મુજાહિદ્દીન સાથે હતો સક્રિય

ઉત્તર પ્રદેશ એટીએસ (એન્ટી ટરરિજમ સ્ક્વૉડ)એ હિઝબુલ મુજાહિદ્દીનના એક સંદિગ્ધ આતંકવાદીની કાનપુરથી ધરપકડ કરી લીધી

|
Google Oneindia Gujarati News

કાનપુરઃ ઉત્તર પ્રદેશ એટીએસ (એન્ટી ટરરિજમ સ્ક્વૉડ)એ હિઝબુલ મુજાહિદ્દીનના એક સંદિગ્ધ આતંકવાદીની કાનપુરથી ધરપકડ કરી લીધી છે. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે આરોપીનું નામ કમરૂજ્જમા છે. પકડાયેલ આતંકવાદી કમરુજ્જમા ઉર્ફે ડૉ હુરૈહા મૂળ રૂપે આસામનો રહેવાસી છે. ધરપકડ કરાયેલ આતંકવાદીની પોલીસ પૂછપરછ કરી રહી છે.

terrorist

જણાવી દઈએ કે હાલમાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જામા મસ્જિદ વિસ્તારમાં બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓ પાસેથી પોલીસને હથિયારો પણ મળી આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ ઉત્તર પ્રદેશથી કાશ્મિર હથિયાર લઈ જઈ રહ્યા હતા. જો કે આ આતંકવાદીઓ દિલ્હી ફરવા માટે જ ગયા હતા અને ઝડપાઈ ગયા. એવામાં કાનપુરથી એક હિઝબુલના આતંકવાદીની ધરપકડ મહત્વની માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીર બોર્ડર પર પણ આતંકવાદીઓની દખલગીરી વધી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી બોર્ડર પર આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણના અહેવાલો મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન હાથ ધર્યું હતું દરમિયાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. ગતરોજ પણ સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં છૂપાયેલા 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ પણ વાંચો- ટ્યૂશનના નામે છોકરાઓ પાસે કરાવતા હતા ગંદું કામ!

English summary
Uttar Pradesh ATS arrests an alleged Hizbul Mujahideen terrorist from Kanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X