For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશે

વિવેક તિવારી હત્યા મામલે સીએમ યોગી આદિત્યનાથે ઘટનાની નિંદા કરી છે. વળી, તેમણે દોષિઓ સામે આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશની રાજધાનીમાં પોલિસ કોન્સ્ટેબલની ગોળીથી એપ્પલ કંપનીના એરિયા મેનેજરની હત્યા મામલે પોલિસ પર સવાલ ઉઠવા શરૂ થઈ ગયા છે. યુપીમાં આ મામલો સામે આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની નિંદા કરી છે. વળી, તેમણે દોષિઓ સામે આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. એટલુ જ નહિ તેમણે જરૂરત પડવા પર સીબીઆઈ તપાસના આદેશની પણ વાત કરી છે.

cm yogi

સીએમ યોગીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે આ એક એન્કાઉન્ટર નથી. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો જરૂર પડી તો અમે આ ઘટનાની સીબીઆઈ તપાસના પણ આદેશ આપીશુ. વળી, એસએસપી લખનઉએ મીડિયા સામે આવીને પક્ષ રાખ્યો અને નિષ્પક્ષ કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ. આ ઉપરાંત યુપી પોલિસના ડીજીપી ઓ પી સિંહે કહ્યુ કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે પોલિસ કોન્સ્ટેબલોએ સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હતી.

આ પણ વાંચોઃ કોણ હતા વિવેક તિવારી જેને યુપી પોલિસે શંકાસ્પદ સમજી ગોળી મારી દીધીઆ પણ વાંચોઃ કોણ હતા વિવેક તિવારી જેને યુપી પોલિસે શંકાસ્પદ સમજી ગોળી મારી દીધી

તમને જણાવી દઈએ કે બંને પોલિસ કોન્સ્ટેબલોને આરોપી ગણીને આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પ્રશાંત અને સંદીપની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલિસની છબી પર ઉઠેલા સવાલ અંગે એસએસપીએ કહ્યુ કે આ એક શરમજનક ઘટના છે અને સ્પષ્ટ છે કે ગોળી ચલાવવાની જરૂર નહોતી. પોલિસે કહ્યુ કે અમે આને એક ગુનાની જેમ જોઈ રહ્યા છે. એસએસપીએ કહ્યુ કે તે યોજનાબદ્ધ નહોતુ. પોલિસે જણાવ્યુ કે આરોપી પોલિસ કોન્સ્ટેબલોનું કહેવુ છે કે વિવેકની ગાડીએ એક વાર તેમની બાઈકને ટક્કર મારી દીધી હતી અને જ્યારે ગાડી ફરીથી બેક થઈ તો તેમણે ગોળી ચલાવી દીધી પરંતુ તેને સાચુ ન ગણી શકાય. મામલાની તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધોઆ પણ વાંચોઃ સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધો

English summary
Uttar Pradesh CM Yogi Adityanath on death of Lucknow resident Vivek Tiwari It was not an encounter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X