For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી આદિત્યનાથે કહ્યું કે મુગલ શાશક અકબર નહિ, પરંતુ મહારાણા પ્રતાપ મહાન

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહારાણા પ્રતાપ જયંતિ પર કહ્યું કે મુગલ શાશક અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ મહાન હતા

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે મહારાણા પ્રતાપ જયંતિ પર કહ્યું કે મુગલ શાશક અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ મહાન હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકબરને મહાન માનવાથી ઇન્કાર કરતા જણાવ્યું કે મહારાણા પ્રતાપ પોતાના કિલ્લાને મેળવવા માટે વર્ષો સુધી લડાઈ ચાલુ રાખી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરએસએસ ઘ્વારા યોજવામાં આવેલી મહારાણા પ્રતાપ જયંતિના અવસરે બોલી રહ્યા હતા.

અકબર સામે પોતાનો કિલ્લો પાછો મેળવવા માટે લડતા રહ્યા

અકબર સામે પોતાનો કિલ્લો પાછો મેળવવા માટે લડતા રહ્યા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાણા પ્રતાપ જયંતિના અવસરે તેમને એક મહાન શાશક ગણાવ્યા. તેમને કહ્યું કે મેવાડના રાજાએ પોતાના સ્વાભિમાન સાથે સમજૂતી નથી કરી અને અકબર સામે પોતાનો કિલ્લો પાછો મેળવવા માટે લડતા રહ્યા. તેમની નજરમાં મુગલ શાશક અકબર નહિ પરંતુ મહારાણા પ્રતાપ મહાન છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અકબરે મહારાણા પ્રતાપને કહ્યું હતું કે તેઓ તેમને બાદશાહ માની લે, પછી તેઓ ક્યારેય પણ મેવાડમાં દખલ નહીં કરે. પરંતુ મહારાણા પ્રતાપ ઘ્વારા જવાબ આપવામાં આવ્યો કે તેઓ ક્યારેય પણ એક વિદેશીને પોતાનો રાજા નહીં માને.

મહારાણા પ્રતાપ પોતાના નિર્ણય પર અટલ રહ્યા

મહારાણા પ્રતાપ પોતાના નિર્ણય પર અટલ રહ્યા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે મહારાણા પ્રતાપે પોતાનો કિલ્લો પાછો લઈને પોતાનું પરાક્રમ સાબિત કર્યું. તેમને જણાવ્યું કે આ બાબત ખુબ જ મહત્વની છે કે મહારાણા પ્રતાપે પોતાના આત્મસમ્માન સાથે અરવલ્લીના પહાડોમાં રહીને લડાઈ ચાલુ રાખી અને આખરે પોતાનો કિલ્લો જીતી લીધો. તેમને જણાવ્યું કે તે સમયે ઘણા રાજાઓ ઘ્વારા પોતાનું આત્મસમ્માન નેવે મૂકીને અકબરને પોતાના રાજા માની લીધા હતા. પરંતુ મહારાણા પ્રતાપ પોતાના નિર્ણય પર અટલ રહ્યા.

અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો માટે કહ્યું કે વાસ્તવમાં તે જાતિ છે જેમને પ્રતાપને મહાન બનાવ્યા. તેમની સાથે મળીને મહારાણા પ્રતાપે ઘણી લડાઈઓ લડી, જેને આજે આપણે દલિત અને વનવાસી કહીયે છે.

English summary
Uttar Pradesh CM Yogi Adityanath Said Mewar King Maharana Pratap Was Great, Not Mughal Emperor Akbar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X