For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસદ બોલ્યાઃ મોબાઇલ આપવાથી છોકરીઓ ભાગી જાય છે

|
Google Oneindia Gujarati News

MP mobile
લખનૌ, 22 ઑક્ટોબરઃ રાજકારણ અને વિવાદાસ્પદ નિવેદનોને ચોળી-દામનનો સાથ જોવા મળી રહ્યો છે. સાંસદ જેવા જવાબદારીભર્યા પદ પર બેસેલા બસપાના નેતાએ એક એવું નિવેદન કર્યું છે કે જેને સાંભળીને તમે ચોકી જશો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બસપા સાંસદ રાજપાલ સૈનીનું કહેવું છે કે છોકરીઓને મોબાઇલ આપવો જોઇએ નહીં. આ પાછળ તર્ક જણાવતા રાજપાલ સૈનાએ કહ્યું કે મોબાઇલ આપવાથી છોકરીએ ભાગી જાય છે. આ ગેરજવાબદારીભર્યું અને વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચારેકોરથી રાજપાલ સૈનીની ટીકાઓ થઇ રહી છે.

મળતી માહિતી અનુસાર સાંસદ રાજપાલ સૈની મુઝફ્ફરનગરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યાં હતા. પોતાના સંબોધનમાં ત્યાં ઉપસ્થિત લોકોને સલાહ આપતા તેમણે કહ્યું કે તેઓ પોતાની છોકરીઓને મોબાલ ના આપે. રાજપાલ સૈનીના મતાનુસાર, મોબાઇલ ઘણી ખરાબ વસ્તુ છે. એક ઉમર એવી આવે છે જ્યારે બાળકો બહેકી જાય છે. હું દરેક સ્થળે મારા ભાષણમાં આ કહું છું. છોકરીનું કયું કામ રહી જાય છે કે તેમને મોબાઇલની જરૂર છે. જ્યારે આપણી માતા-બહેન હતા. આપણી પત્ની હતી ત્યારે તો આપણે મોબાઇલ આપતા નહોતા, તેઓ મરી તો નહોતા ગયા.

રાજપાલ સૈનીએ એમ પણ કહ્યું કે છોકરીએ મોબાઇલ શા માટે આપવો ના જોઇએ. રાજપાલ સૈની અનુસાર, મોબાઇલ મળવાથી છોકરીઓ ભાગી જાય છે. રાજપાલ સૈનીનું આ નિવેદન કોઇપણ વ્યક્તિને શરમમાં મુકાવે તેવું છે. હવે જોવાનું એ રહ્યું કે માયાવતી હવે રાજપાલ સૈની પર કેવી કાર્યવાહી કરે છે.

English summary
Bahujan Samaj Party MP Rajpal Singh Saini has said that children, especially girls, should not be given mobile phones. Mr Saini went on to say that he once advised a father, already traumatised by the kidnapping of his daughter, that giving mobile phones to girls only invites trouble.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X