
હિંદુ દેવી-દેવતાઓના ફોટા પર ચિકન વેચતો હતો તાલિબ હુસેન, ધરપકડ કરવા ગયેલી પોલિસ પર કર્યો હુમલો
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો મુજબ હિન્દુ દેવતાઓના ચિત્રો ધરાવતા કાગળના પેપર પર ચિકન વેચીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પોલીસ પર હુમલો કરવા બદલ સંભલમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે સમાચાર એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ને જણાવ્યુ કે આ ઘટના રવિવારે બની હતી. પોલીસે જણાવ્યુ હતુ કે કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે તાલિબ હુસેન નામનો વ્યક્તિ તેની દુકાનમાંથી હિંદુ દેવતાની તસવીરવાળા કાગળ પર ચિકન વેચી રહ્યો હતો. જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.

તાલિબ હુસેને પોલિસ પર કર્યો હુમલો
પીટીઆઈના જણાવ્યા અનુસાર જ્યારે પોલિસ ટીમ તાલિબ હુસેનની ચિકન શૉપ પર પહોંચી ત્યારે તેણે કથિત રીતે પોલિસ પર છરી વડે હુમલો કરવાના ઈરાદાથી હુમલો કર્યો. પોલિસે તેમની એફઆઈઆરમાં પણ આ હુમલાનો ઉલ્લેખ કર્યો છે.

ધાર્મિક લાગણીઓને ભડકાવવા અને હત્યાનો આરોપ
તાલિબ હુસેન પર આઈપીસીની કલમ 153-A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) 295-A (કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો) અનેકલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દુકાનમાંથી મોટી સંખ્યામાં મળ્યા દેવી-દેવતાઓના ફોટાવાળા છાપાં
વિશાલ કૌશિકે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર તાલિબ હુસેનની તસવીર શેર કરી છે. ફોટો શેર કરતા તેણે લખ્યુ, 'યુપીના સંભલમાં તાલિબ નામનો એક વ્યક્તિ જે અખબારોમાં દેવતાઓના ફોટાવાળા નૉન-વેજ પેક વેચતો હતો તેની પોલિસે ધરપકડ કરી હતી. અહીં મહેક રેસ્ટોરન્ટ નામની હોટલના કાઉન્ટર પરથી દેવી-દેવતાઓના ફોટાવાળા અખબારો પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે.
|
પોલિસે આપ્યો ટ્વિટનો જવાબ
સંભલ પોલિસે પણ આ ટ્વીટનો જવાબ આપ્યો છે. સંભલ પુલિસે લખ્યુ, 'કેસના સંબંધમાં, સંભલ પોલfસ સ્ટેશનમાં સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.'