For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Uttarakhand Assembly Election 2022: ઉત્તરાખંડમાં કોંગ્રેસના વોટ બેંક પર AAPની નજર

Uttarakhand Assembly Election 2022: ઉત્તરાખંડમાં કોંગ્રેસના વોટ બેંક પર AAPની નજર

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસનો ગઢ મનાતા હલદ્વાનીના બનભૂલપુરામાં આમ આદમી પાર્ટીની નજર છે. મુસ્લિમ મતદારોને સાધવા માટે ચૂંટણીની ઠીક પહેલાં દિલ્હીના કેબિનેટ મંત્રી ઈમરાન હુસૈને વિશાળ જનસભા કરી. આમ આદમી પાર્ટીની જે વિસ્તારમાં પહેલી જનસભા થઈ, ત્યાંના મતદાતા કોઈપણ ચૂંટણીમાં જીત-હાર માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલાં રાજનૈતિક પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપે તમામ દાવ-પેચ અજમાવવા શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પના રૂપમાં ઉભરીને સામે આવી રહી છે. મહત્વની મનાતી હલદ્વાની સીટ પર બધી જ પાર્ટીઓની નજર છે. આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હલદ્વાનીમાં રોડ શો કરી પોતાની દમદાર એન્ટ્રી કરી ચૂક્યા છે. પાર્ટી નેતા સમિત ટિક્કૂને વિધાનસભા પ્રભારી બનાવી તેમને ઉમેદવાર પણ ઘોષિત કરી દેવાયા છે. ઉત્તરાખંડ જીતવા માટે તમામ પાર્ટીઓ તરફથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

વિશાળ રેલી યોજી

વિશાળ રેલી યોજી

હલદ્વાનીના બનભૂલપુરામાં 40 હજાર મુસ્લિમ મતદાતા ગમે તેમની સરકાર બનાવવા કે બગાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જેથી તમામ પાર્ટીઓ અહીંના મતદાતાઓને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરી રહ્યા છે. અહીંના મોટાભાગના મતદાતા કોંગ્રેસના પક્ષમાં રહે છે. ચૂંટણીની ઠીક પહેલાં દિલ્હીના કેબિનેટ મંત્રી ઈમરાન હુસૈને ગુરુવારે બનભૂલપુરામાં જનસભા કરી લોકોમાં જોશ ભર્યો. તેમણે કહ્યું કે તેમની સરકાર બનવા પર તેઓ ઉત્તરાખંડનો વિકાસ પણ દિલ્હીના મોડલથી કરશે. અહીંના યુવાનોને ભણવા અને નોકરી માટે બહાર નહીં જવું પડે.

આ મતદારો ગમે તેની સરકાર બનાવી શકે

આ મતદારો ગમે તેની સરકાર બનાવી શકે

સીએમ અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડના લોકોને 300 યૂનિટ વીજળી ફ્રી સહિત કેટલાય વચનો આપ્યાં છે. દિલ્હીની જેમ જ જીત બાદ આ વચનો પૂરાં કરવામાં આવશે. ઈમરાને કોંગ્રેસ અને ભાજપને ભાઈ-બહેન ગણાવ્યા. કહ્યું કે 21 વર્ષમાં બંને પાર્ટીઓના નેતાઓએ પોતાનો વિકાસ કર્યો. ઘણા એવા નેતા છે, જેઓ હવે પોતાના દીકરાઓને ટિકિટ આપવા માંગે છે. આ પોતાનો વિકાસ નથી તો શું છે.

આશીર્વાદ માંગ્યા

આશીર્વાદ માંગ્યા

કેબિનેટ મંત્રી ઈમરાન હુસૈને કહ્યું કે હલ્દ્વાનીથી સમિત ટિક્કૂને ચૂંટણી લડાવવામાં આવશે. જનસભામાં તેમણે સમિત ટિક્કૂના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરતાં આશીર્વાદ આપવા કહ્યું.

English summary
Uttarakhand Assembly Election 2022: AAP's eye on Congress vote bank in Uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X