ઉત્તરાખંડ: અમે કઇ સમજી શકીયે તે પહેલા.....,ગામના લોકોએ સંભળાવી આપવીતી
રવિવારે (07 ફેબ્રુઆરી) ઉત્તરાખંડના ચામોલીના જોશીમઠ ખાતે, નંદદેવી ગ્લેશિયરનો ભાગ તૂટી જતા ધૌલી ગંગા અને ઋષિગંગા નદીમાં પૂર આવ્યું હતુ. આ દુર્ઘટનાથી આ વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો હતો. 13 ગામના પુલ તૂટી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. ગ્લેશિયર તૂટી જવાને કારણે આ વિસ્તારમાં પાવર પ્રોજેક્ટ્સ પણ નાશ પામ્યો છે. ઋષિગંગા વીજ પ્રોજેક્ટ પર કામ કરતા લગભગ 202 મજૂરો હજુ પણ ગાયબ છે. સોમવારે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને રાજ્યના ડીજીપી અશોક કુમારે કહ્યું છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હાલની સ્થિતી ઉભી થવાને કારણે લોકો આ ઘટના વિશે માહિતી આપી રહ્યા છે અને ઘટનાને નિવેદન આપી રહ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઉત્તરાખંડના રૈની ગામના વતની 50 વર્ષીય ધરમસિંહે કહ્યું હતું કે ઋષિગંગાના કાદવનાં પાણીથી આપણે શું થઈ રહ્યું છે તે સમજે ત્યાં સુધી બધું જ તબાહ થઈ ગયું હતુ.

કઇ સમજી શકીયે તે પહેલા બધુ તહેસ-નહેસ થઇ ગયુ
સ્થાનિક મીડિયા સાથે વાત કરતા 5૦ વર્ષના ધરમસિંહે કહ્યું કે, રવિવારે સવારે દરરોજની જેમ બધુ સામાન્ય હતું. પરંતુ લગભગ 10 વાગ્યે અમને એક જોરદાર અવાજ સંભળાયો, તે સમયે ઋષિગંગા નદીનું પાણી અને કાદવ અમારી તરફ આગળ વધી રહ્યો હતો, આપણે કંઈપણ સમજી શકીએ તે પહેલાં બધુ તહેસ નહેસ થઇ ગયુ હતું.

'ઋષિગંગા નદીનું આટલું ભયંકર રૂપ ક્યારેય જોયું નથી'.
રૈની ગામના એક વ્યક્તિએ કહ્યું, શાંત દેખાતી iઋષિગંગા નદીનો આવો ભયાનક દેખાવ કદી જોયો ન હતો. રવિવારે સવારે, સફેદ ઝાકળ સાથે, અમે અચાનક ઋષિગંગામાં કાટમાળ લઇને આવતી જોઇ. અમે ગામલોકોએ ક્યારેય આવી દુર્ઘટના વિશે વિચાર્યું નથી. કોઈએ કદી વિચાર્યું પણ નથી કે ઋષિગંગા આવો વિનાશ લઇને આવશે.

'ધુમાડા સાથે નદીનો કાટમાળ જોઇને ગામલોકો ડરી ગયા'
રૈની ગામના રહેવાસી ઉદયે કહ્યું, "સવારે 9.30 થી 10 ની આસપાસ, અમે નદીનો કાટમાળ ધુમાડા સાથે આવતો જોયો હતો." ગામના લોકો ગભરાઈ ગયા હતા. ગામમાં નદીના ઝડપી પ્રવાહનો અવાજ ગુંજતો હતો અને તેને જોતા નદીનું પાણી નીચલા વિસ્તારમાં પહોંચ્યું અને જોરદાર પ્રવાહને કારણે બધુ બરબાદ થઈ ગયું.

ગામના કેટલાક લોકો ગુમ
ઉલ્લેખનિય છેકે આ કુદરતી આપત્તિમાં રૈણી અને તપોવનના પાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોને વધુ અસર થઈ છે. અકસ્માત બાદ રૈની ગામના કેટલાક લોકો પણ ગુમ થયા છે. દુર્ઘટના બાદ આ ગામના ત્રણ લોકો ગુમ થયા છે. જેમાં 75 વર્ષની મહિલા અમૃતા દેવી દુર્ઘટના સમયે પુલ પાસેના તેના ખેતરમાં કામ કરતી હતી. જ્યારે 25 વર્ષિય રણજિત પણ ગુમ છે, તે દુર્ઘટના સમયે ઋષિગંગા વીજ પ્રોજેક્ટ પર કામ કરતો હતો. વલ્લી રાનીનો યશપાલ પણ ગાયબ છે, જે પશુઓને ચરાવવા લઈ ગયો હતો. જુવા ગ્વાન ગામનો સંજય સિંહ પણ ગાયબ છે, તે દુર્ઘટના દરમિયાન પશુઓ ચરાવતો હતો.
Uttarakhand: તપોવનની ટનલનું પ્રવેશ દ્વાર થયુ સાફ, ફસાયેલા મજુરો સુધી જલ્દી પહોંચી શકે છે સેના