For Daily Alerts

ઋષિકેશ-ગંગોત્રી હાઈવે પર ખીણમાં બસ પડતા 10 ના મોત, 9 ઘાયલ
ઉત્તરાખંડમાં ગુરુવારે સવારે એક ભયંકર દુર્ઘટના બની ગઈ. સૂર્યધર પાસે ઋષિકેશ-ગંગોત્રી હાઈવે પર ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ 25 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 મુસાફરોના મોત નીપજ્યા છે. વળી, 9 લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા. દુર્ઘટનાની સૂચના મળતા સ્થાનિક પ્રશાસન અને પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને ઈલાજ માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
Comments
English summary
Uttarakhand: bus skidded off Rishikesh Gangotri Highway 10 people died 9 injured.
Story first published: Thursday, July 19, 2018, 11:03 [IST]