For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ છાંટી જીવતી સળગાવવામાં આવેલી છાત્રાની હોસ્પિટલમાં મૌત

ઉત્તરાખંડના પોન્ડી ગઢવાલ જિલ્લામાં 16 ડિસેમ્બરે 18 વર્ષની છાત્રાનો એક યુવકે પીછો કર્યો અને સુનસાન જગ્યા પર તેના શરીર પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવવાની કોશિશ કરી.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના પોન્ડી ગઢવાલ જિલ્લામાં 16 ડિસેમ્બરે 18 વર્ષની છાત્રાનો એક યુવકે પીછો કર્યો અને સુનસાન જગ્યા પર તેના શરીર પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવવાની કોશિશ કરી. સળગી ગયેલી છાત્રાનો ઉપચાર દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો, જ્યાં તેને રવિવારે અંતિમ શ્વાસ લીધો. દીકરીની મૌતની ખબર સાંભળીને જ તેની માતાને હાર્ટ એટેક આવ્યો.

આ પણ વાંચો: લગ્ન નહીં કર્યા તો 6 બાળકોની માતાએ પ્રેમી પર એસિડ ફેંક્યું

દિલ્હીની હોસ્પિટલમાં મૌત

દિલ્હીની હોસ્પિટલમાં મૌત

પીડિતાને ઋષિકેશ એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં 70 થી 80 ટકા જેટલી સળગેલી હાલતમાં તેને દિલ્હી લાવવામાં આવી. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીડિતાને જયારે લાવવામાં આવી ત્યારે તેની હાલત ખુબ જ નાજુક હતી. ચહેરા પર ઘણા ઘા લાગ્યા હતા. રવિવારે સવારે 10 વાગ્યે તેને અંતિમ શ્વાસ લીધો.

આરોપીએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવવાની કોશિશ કરી

આરોપીએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવવાની કોશિશ કરી

પોલીસ અનુસાર, ગહડ ગામ નિવાસી મનોજ છાત્રાનો પીછો કરી રહ્યો હતો. 16 ડિસેમ્બરે પ્રેક્ટિકલ એક્ઝામ પછી વિધાર્થીની પાછી આવી રહી હતી ત્યારે મનોજે એક સુમસાન જગ્યા પર તેના પર પેટ્રોલ છાંટીને તેને જીવતી સળગાવવાની કોશિશ કરી. પોલીસ અનુસાર આરોપી મનોજના લગ્ન 6 મહિના પહેલા થયા હતા પરંતુ તે છાત્રાને પસંદ કરતો હતો અને તેનો પીછો કરતો હતો. વિધાર્થીની ઘ્વારા ઇન્કાર કર્યા પછી મનોજ ગુસ્સે ભરાયો અને તેને રસ્તામાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

ફાંસી આપવાની માંગ

ફાંસી આપવાની માંગ

ઘટના પછી તે રાત્રે જ પોલીસે આરોપી મનોજની ધરપકડ કરી હતી. તેને હાલમાં પોન્ડી જેલમાં રાખવામાં આવ્યો છે. પીડિતાનો આખો પરિવાર તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યું છે.

English summary
Uttarakhand: College student set on fire by stalker, succumbed to her injuries in delhi hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X